પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા

નવી દિલ્હી/અમદાવાદ– ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશના આગામી રાજ્યપાલ બનાવવાની જાહેરાત કરાઈ છે. તેમની હા પછી તેમને રાજ્યપાલ બનાવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી પાસે મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો ચાર્જ છે, આથી હવે તેઓ ઓ.પી. કોહલીનું સ્થાન લેશે.aanandiben ex cmછેલ્લા કેટલાય મહિનાઓથી આનંદીબહેન પટેલને રાજ્યપાલ બનાવવાની ચર્ચાઓ હતી, અને અફવાઓ પણ ખુબ ચાલી. પણ અંતે આનંદીબહેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. ગુજરાતના વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ છે, ત્યાર પછી ગુજરાતના આનંદીબહેન પટેલ હવે મધ્યપ્રદેશના રાજ્યપાલ બનશે.president_tweet

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઝડપથી આનંદીબહેન પટેલને રાજ્યપાલની શપથ લેવડાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતના મુખ્યપ્રધાન પદે આનંદીબહેન પટેલને બેસાડ્યા હતા. પણ કેટલાક કારણો અને ગુજરાતની રાજકીય સ્થિતીને કારણે તેમણે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. તેમજ તેઓ ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણી લડ્યા ન હતા.