યુપીએસસી પાસ કરનારા વિદ્યાર્થીઓમાં ગુજરાતી વિષયે મેદાન માર્યું

નવીદિલ્હીઃ સરકારી જોબમાં ટોપમોસ્ટ ગણાતી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં  ગુજરાતના 20 યુવાનો સફળ નીવડ્યાં છે. યુપીએસસી પાસ કરનારા 20 ઉમેદવારોમાંથી ગુજરાતી ભાષા મુખ્ય વિષય સાથે 08, ભૂગોળના 04 અને પોલિટિકલ સાયન્સના 02 ઉમેદવારો સફળ થયાં છે.ગુજરાતમાં એકતરફ અંગ્રજી માધ્યમોનું સતત પ્રભત્વ વધ્યું છે ત્યારે ટોપ જોબ માટેની પરીક્ષા પાસ કરવા માટે માતૃભાષા ગુજરાતી વિષયને પસંદ કરનાર ઉમેદવારોનું મોટું પ્રમાણ છે તે નોંધવા જેવું છે.

આ સફળ ઉમેદવારોના નામ આ પ્રમાણે છે.

1. મમતા હરેશકુમાર પોપટ, દેશમાં 45મે ક્રમે
2. ઉમેશ પ્રસાદ ગુપ્તા. રેન્ક-179
3. કૃતિ એમ પટેલ. રેન્ક- 218
4. સૌરભ ગર્ગ. રેન્ક- 283
5. પારિતોષ વિનિત વ્યાસ. રેન્ક-342
6. અશોકકુમાર પી. ગોધાણી. રેન્ક-365
7. પંકજ તિવારી. રેન્ક-400
8. નવોદિત વર્મા. રેન્ક-521
9. હસન સફીન મુસ્તફાઅલી. રેન્ક-570
10. દેવેન્દ્રકુમાર કેસવાલા. રેન્ક-702
11. મીત સંજયકુમાર મકવાણા. રેન્ક-724
12. રીયાઝ રફીકભાઇ સરવૈયા. રેન્ક-801
13. નિતેશકુમાર. રેન્ક-806
14. આશિષકુમાર. રેન્ક-817
15. મોહિત બંસીધર પંચાલ. રેન્ક-846
16. પિન્કેશ લલિતકુમાર પરમાર. રેન્ક-875
17. ભરત રામજીભાઇ ચાવડા. રેન્ક-920
18. અમિતા વેચાતભાઇ પારગી. રેન્ક-936
19. ચિરાગ જિરવાલ રેન્ક-938
20. પ્રિયદર્શની દર્શનકુમાર પાશા (પ્રોવિઝનલ)