લોકસભા ચૂંટણી માટે આ તારીખ બાદ ફોર્મ ભરશે અમિત શાહ, અન્ય કાર્યક્રમ…

ગાંધીનગર-વિવિધ રાજકીય પક્ષો દ્વારા લોકસભા ચૂંટણી માટે ટિકીટ વહેંચણી શરુ થઈ છે. જેમાં મેજર ડેવલપમેન્ટ  કહી શકાય તેમ ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકીટ ફાળવવામાં આવી છે.ત્યારે તેઓ ફોર્મ ભરવા ગુજરાત આવશે.આ બેઠક પરથી સતત છેલ્લી પાંચ ટર્મથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી જીતતાં આવ્યાં હતાં. તેમને આ ચૂંટણીમાં દરકિનાર કરી અમિત શાહ ટિકીટ મેળવવામાં સફળ થયાં છે.અમિત શાહને ગાંધીનગર બેઠકની ટિકીટ મળી ગઈ છે ત્યારે તેઓ ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા માટે ગુજરાત આવી રહ્યાં છે. અમિત શાહ 28મી માર્ચ બાદ ગુજરાત આવી ઉમેદવારીપત્ર ભરશે.

ગાંધીનગર બેઠકના સશક્ત ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા ઉપરાંત અમિત શાહનો મતદાતાઓને આકર્ષવાનો કાર્યક્રમ પણ બની રહ્યો છે. અમિત શાહ એક રોડ શો યોજીને પોતાના મુદ્દા જનતા સુધી પહોંચાડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]