ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહની સંપત્તિ અને આવકની તમામ વિગતો…

ગાંધીનગર- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે બપોરે બે વાગ્યે ગાંધીનગરની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને લોકસભાની ગાંધીનગર બેઠક માટે ફોર્મ ભર્યું હતું. અમદાવાદમાં ચાર કિલોમીટર લાંબો રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન પણ આ સાથે થયું બતું. એવી જ રીતે શાહની સંપત્તિનું વિવરણ પણ બહાર આવ્યું છે.

 

અમિત શાહે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેમાં તેઓએ પોતાની આવક અને સંપત્તિની વિગતો પણ દર્શાવી છે. જે મુજબ અમિત શાહ પાસે 3.85 કરોડની સ્થાવર મિલકતો છે તેમજ 10.38 કરોડની વારસાગત મિલકતો છે. ઉપરાંત હાલમાં સ્થાવર મિલકતની બજારકિંમત 12.24 કરોડ થવા જાય છે. અમિત શાહે 2.94 કરોડની સ્થાવર મિલકતની ખરીદી કરી છે જ્યારે હાથ પર તેમની પાસે 18 લાખની રોકડ છે. ઉપરાંત 35 લાખની કિંમતના દાગીનાઓ છે.

 સોગંદનામામાં દર્શાવી અંગત માહિતી

અમિત શાહે વર્ષ 2013-14 માટે આવક રૂપિયા 41,93,218 રૂપિયાની આવક બતાવી છે.  વર્ષ 2017-18 માટે આવક 53,90,970 રૂપિયા આવક બતાવી છે.

અમિત શાહે તેમની પત્નીની આવક તેમના કરતાં પણ વધુ દર્શાવી છે. ગત લોકસભા ચૂંટણીમાં તેમની આવક વર્ષ 2013 -14 માં શાહના પત્નીની આવક 14.55 લાખ રૂપિયા હતી.જેની સરખામણીએ આ આવક વધીને વર્ષ 2017-18 માં 2.30 કરોડ થઈ ગઈ છે.

અમિત શાહે શેર બજારમાં 17 કરોડ 59 લાખ 18 હજારનું રોકાણ દર્શાવ્યું છે જ્યારે તેમની પત્નીનું શેર બજારમાં રોકાણ 4 કરોડ 36 લાખ 78 હજાર દર્શાવ્યું છે.

અમિત શાહે સોગંદનામાંમાં બંગાળમાં થયેલા બદનાક્ષી કેસ વિગતો પણ દર્શાવી હતી.  મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનરજીએ વિરુદ્ધ ભ્રષ્ટચાર આરોપ બદલ બદનાક્ષી કેસ કર્યો હતો. આ ઉપરાંત 2015માં લાલુ યાદવને “ચારા ચોર” કહેવા બદલ ગુનો નોંધાયો હતો. તેમજ બુટ ચપ્પલ પહેરી ધ્વજ વંદન કરવા બદલ પણ ગુનો નોંધાયો હતો તેની વિગતો પણ દર્શાવી હતી.

અમિત શાહ દ્વારા રજૂ કરાયેલી એફીડેવીટની આ અત્યંત પ્રાથમિક વિગતો છે. સંપૂર્ણ એફિડેવિટ તેની વિગતો ચૂંટણીપંચ સાંજ સુધીમાં જાહેર કરશે. અત્રે નોંધનીય છેકે અમિત શાહ 2017માં રાજ્યસભાની ચૂંટણી જીત્યા હતા. તે સમયે પણ તેઓએ ચૂંટણીપંચ સમક્ષ પોતાની મિલકત તથા રોકડની અને રોકાણની વિગતો સાથેની એફિડેવિટ રજૂ કરી હતી. તમામ ઉમેદવારોની માલ-મિલકતની એસીડીટીની નકલ ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઇટ ઉપર મૂકવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]