શિયાળાની શીતળ રાત્રિ અને વોટર ફેસ્ટિવલમાં કલાધરોની જમાવટનો જલસો…

અમદાવાદઃ અમદાવાદીઓએ અડાલજની વાવ ખાતે યોજાયેલા વોટર ફેસ્ટિવલની નવમી એડિશન પ્રસંગે સૂરીલા સંગીતની સાથે વર્લ્ડ હેરિટેજ વીક 2018ની મોજ માણી હતી. ભરતનાટ્યમ અને લોકનૃત્યોનાં પ્રસિદ્ધ નૃત્યકાર બિરવા કુરેશીએ અડાલજની વાવના નયનરમ્ય સ્થળે સંગીત સમારોહનુ આયોજન કરવામાં આવ્ર્યું હતું.

સંગીતની દુનિયાના જે મહાનુભાવોએ શ્રોતાઓને તલ્લીન કરી મૂક્યાં હતાં તેમાં તબલાવાદક ઉસ્તાદ ફઝલ કુરેશી,  કી બોર્ડ પ્લેયર ઝૂબીન બાલાપોરીયા,  ગિટારવાદક અને કમ્પોઝર સંજય દીવેચા, સારંગી વાદક દિલશાદખાન, બાસ વર્ટિસોસો શેલ્ડોન ડિસિલ્વા, ડ્રમર અરૂણ કુમાર અને જાણીતા ઢોલક પ્લેયર નવીન શર્માનો સમાવેશ થાય છે.

બહુમુખી પ્રતિભા ધરાવતા સંગીતકાર અને વૂડન કાસ્ટનેટ પ્લેયર કુટલે ખાનનો શ્રોતાઓ સમક્ષ સંગીતની સંવાદિતાનુ સુંદર વાતાવરણ સર્જ્યું હતું.

સંગીતના ક્ષેત્રે ખ્યાતિ ધરાવનાર મહાનુભવોએ  તેમના ભવ્ય સંગીત વડે આસપાસના વાતાવરણને ભવ્ય અને સંગીતમય બનાવી દીધુ હતુ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]