AMCએ સરકારી-ખાનગી હોસ્પિટલોના ઘટાડેલા દર આજથી લાગુ

અમદાવાદઃ કોરોના રોગચાળામાં લોકોને વધુ રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોર્પોરેશને કોવિડ-19 હોસ્પિટલોમાં કોરોનાની સારવારનો દર એક સપ્તાહમાં બીજી વાર ઘટાડ્યો છે. કોરોના રોગચાળાની વચ્ચે એએમસી છેલ્લા સાત મહિનામાં કેટલાંય પગલાં લીધાં છે. એએમસીએ કોવિડ-19ની સારવાર માટે સરકારની સાથે ખાનગી હોસ્પિટલોને સામેલ કરી છે. એએમસીના ક્વોટાના દરમાં ઘટાડો કર્યો છે, જે 16 ડિસેમ્બરથી લાગુ થશે.

એએમસીએ અને ખાનગી હોસ્પિટલોમાં હવે વેન્ટિલેન્ટરવાળા આઇસીયુ રૂ. 19,600, વિના વેન્ટિલેટરવાળા આઇસીયુ રૂ. 16,200, એસડીયુ રૂ. 11,300 અને વોર્ડ રૂ. 8100નો ચાર્જ કર્યો છે. આ સાથે કોર્પોરેશને ક્વોટા બેડ દરમાં ખાલી ને ફુલ બેડ માટે એક દિવસનો ભાડું –વોર્ડ રૂ. 720થી ઘટાડીને રૂ. 650 (ખાલી બેડ), વોર્ડના રૂ. 4500થી ઘટાડીને રૂ. 4050 (ફુલ બેડ), થયા છે. એસયુડી રૂ. 1050થી રૂ. 950 (ખાલી બેડ) થયા છે. એસયુડી રૂ. 6750થી ઘટાડીને રૂ. 6050 થયા છે. વિના વેન્ટિલેટરના આઇસીયુના રૂ. 1440થી ઘટાડીને રૂ. 1300 (ખાલી બેડ) થયા છે. વિના વેન્ટિલેટરના આઇસીયુના રૂ. 900થી ઘટાડીને રૂ. 8100 (ફુલ બેડ) થયા છે. વેન્ટિલેટરની સાથે આઇસીયુ હવે રૂ. 1800ની જગ્યાએ રૂ. 1600 (ખાલી બેડ) કરવામાં આવ્યા છે, જ્યારે વેન્ટિલેટરની સાથે આઇસીયુના રૂ. 11,250થી ઘટાડીને રૂ. 10,100 (ફુલ બેડ) કરવામાં આવ્યા છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]