અમદાવાદમાં રિંગ રોડની જાણીતી ઈટરીનું ડીમોલિશન

અમદાવાદ- શહેરના ઝડપથી વિકસતા શાંતિપુરા-શેલા-બોપલ-આંબલી વિસ્તાર પાસેથી 200ft. રિંગરોડ પસાર થાય છે. વિકસિત એવા આ વિસ્તારમાં દૂષણો અને દબાણો દિન પ્રતિદિન વધી રહ્યાં છે. શહેરી વિસ્તારમાં આવરી લેવાયેલા આ રિંગ રોડ પરના કેટલાક દબાણોને દૂર કરવામાં આવ્યાં હતાં. પાકા અને વિશાળ જગ્યા પચાવી પાડી ઉભા કરાયેલા આ  સ્ટ્રક્ચરને દૂર કરતી વેળાએ દબાણ ખાતા સાથે મોટી સંખ્યામાં પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ