અમદાવાદઃ 490 કરોડના સુધારા સાથેનું 6,990 કરોડનું તોતિંગ બજેટ મંજૂર,જંત્રીમાં 25 ટકા રાહત

અમદાવાદ- અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનનું મહાકાય બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને 490 કરોડના સુધારા સાથે કુલ 6,990 કરોડ રુપિયાના બજેટને મંજૂરી આપી હતી.

બજેટ જોગવાઇઓ પ્રમાણે વિવિધ વિકાસકાર્યો પાછળ 3,490 રુપિયા ખર્ચ કરવામાં આવશે. જેમાં…શહેરમાં ત્રણ સ્થળે થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજ અને શહેરની નવી ટીપી સ્કીમમાં આરસીસી રોડ માટે 15 કરોડ રુપિયા ખર્ચાશે.

જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સમાં 25 ટકા રાહત ચાલુ રખાશે. કમિશનરે 50 ટકા રાહત પાછી ખેંચવા દરખાસ્ત કરી હતી.

શહેરીજનો પર કુલ 38 કરોડના વેરા ઝીંકાયા, જોકે મિલકત વેરો અને વોટર કન્ઝર્વન્સી ટેક્સ યથાવત રખાયો.

બજેટમાં મ્યૂનિસિપલ કાઉન્સિલરના બજેટમાં પણ 3 લાખ રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.જેથી હવે કોર્પોરેટરને 22ને બદલે 25 લાખ રુપિયા મળશે.

મહત્ત્વના ખર્ચ તરીકે મેયરહાઉસનું રુપિયા બે કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવશે.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા સોશિઅલ મીડિયા સેન્ટર બનાવાશે. કાંકરીયામાં સિંગાપોર જેવું ફિશ એક્વેરિયમ બનાવવામાં આવશે.

શહેરના ચારેય ઝોનમાં ડ્રેનેજ કામ, પાણીની લાઇન, ટોઇલેટ સુવિધા,આરસીસી રોડ, સ્ટોર્મ વોટર લાઇન, પેવર બ્લોક વગેરે કામો માટે પણ જરુરિયાત મુજબ ફાળવણી કરવામાં આવશે.

શહેરમાં છ નવા પાર્ટીપ્લોટ બનશે.

અમદાવાદ-બોટાદ રેલવે લાઇનમાં 16 અન્ડરપાસ બનાવાશે. શહેરમાં 26 સ્થળે નવા ફ્લાયઓવર બનશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]