અંબાજીઃ 19 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન, જૂઓ ભંડારાની ગણતરીનો વિડીયો

0
2221

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. અત્યાર સુધીમાં 19 લાખ જેટલા ભક્તોએ આદ્યશક્તિ મા અંબાજીના દર્શન કર્યા છે. ત્યારે ભક્તોએ યથાશક્તિ કરેલા દાનદક્ષિણા દાનપેટીમાં મૂકી ટ્રસ્ટના ભંડારા છલકાવી દીધાં છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસના ચાંપતા બંદોબસ્ત અને 20 જેટલા સીસીટીવી કેમેરાની સુરક્ષા વચ્ચે ભંડારા કક્ષમાં રુપિયાની ગણતરીનો પ્રારંભ કરી દેવાયો છે.


આ કામગીરીમાં કુલ 40થી 50 જેટલા યુવાનો જોડાયા છે જેઓ ભંડારામાં આવેલી રકમની ગણતરી કરી રહ્યાં છે. તો આ સાથે જ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ સતત આ કામગીરી પર નજર રાખી રહ્યાં છે. પાંચ દિવસમાં આવેલી રકમનો આંકડો કરોડોમાં પહોંચ્યો છે. અંદાજિત ગણતરી અનુસાર આ રકમ ત્રણ કરોડથી વધુ થવા જાય છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા આ રકમનો ખર્ચ મંદિર સાથે જોડાયેલા વિકાસલક્ષી કામો કરવામાં થાય છે.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના છઠ્ઠા દિવસે ૨.૪૩ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે, જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા વિતરણ કરાતાં પ્રસાદ પેકેટનો આંક 2.46 લાખ પર પહોંચ્યો છે. આજના દિવસે મંદિરના ભંડારાની આવક 45.55 લાખ રૂપિયા ઉપરાંત થઇ અને 1533 સંઘોએ માતાજીને ધજા ચઢાવી હતી.

અંબાજીથી ચિરાગ અગ્રવાલ