અલ્પેશની ઠાકોર સેનાના ઉપપ્રમુખ રમેશજીનો બળવો, ગંભીર આક્ષેપ, નવું માળખું રચાયું

ગાંધીનગર– અગ્રણી કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરની સેનામાં બળવાનો બૂંગિયો ફૂંકાયો છે. અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના ઉપપ્રમુખ રમેશજી ઠાકોરની હકાલપટ્ટી કરી દીધી છે. નવા માળખાની જાહેરાત સાથે તેમની જગ્યાએ બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાને ઉપપ્રમુખ બનાવાયાં છે. જાહેર થયેલાં નવા માળખામાં જગતસિંહ ઠાકોરને અમદાવાદના ઉપપ્રમુખ બનાવાયા છે.

નજીકના ભવિષ્યમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને વિવિધ વ્યક્તિઓ-પક્ષોની રાજકીય હિલચાલ તીવ્ર બની છે ત્યારે આ નવાજૂની સામે આવી રહી છે.  ઠાકોર સેનાનું નવું માળખું જાહેર કરતાં અલ્પેશ ઠાકોરે એક વર્ષની મુદત માટે નવા હોદ્દેદારો જાહેર કર્યાં છે. તેમાં આતંરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે.ધવલસિંહ ઝાલા

ઠાકોર સેનાના ઉપપ્રમુખ રમેશજી ઠાકોરે તેમની હકાલપટ્ટી સામે વિરોધ વ્યક્ત કરતાં અલ્પેશ ઠાકોર પર ગંભીર આક્ષેપો પણ કર્યાં છે. જેને લઇને આગામી સમયમાં ઠાકોર સેનામાં ભંગાણ થાય તેવી શક્યતાઓ નજરે પડી રહી છે. રમેશજી ઠાકોરે અલ્પેશ પર વિવિધ આક્ષેપો લગાવીને બળવો કર્યો છે.રમેશજી ઠાકોર

ઠાકોર સેનાના ઉપપ્રમુખ રમેશજી ઠાકોરે જણાવ્યું કે અલ્પેશ ઠાકોર ગત વિધાનસભાની ચૂંટણી પહેલાં ઠાકોર સમાજ અને ઠાકોર સેનાનું મંતવ્ય જાણ્યા વગર જ કોંગ્રેસમાં જોડાઈ ગયો હતો. રમેશજી ઠાકોરે ગાંધીનગરમાં એસ.પી. રિસોર્ટ ખાતે એક બેઠક બોલાવી છે. બેઠક દરમિયાન રમેશજી ઠાકોર ઠાકોર સેનાના વર્તમાન હોદેદારો સાથે ચર્ચા વિચારણા કરશે. રાહુલ સાથે બેઠક માટે અમને લઇ ગયો હતો પણ રાહુલ સાથે હાથ મિલાવી અમને રવાના કરી દીધાં હતાં અને તેમની સાથે અલ્પેશે શું વાત કરી તે અમને જણાવવામાં આવ્યું નથી. અલ્પેશ સમાજ માટે કામ કરતો નથી પણ તેના અંગત હિત માટે ગમે તે કરે તેમ અને તેણે સમાજનું કંઇ ભલું કર્યું નથી તેમ જ આગામી સમયમાં હું અલ્પેશ સાથે રહેવાનો નથી. તેની સચ્ચાઈ અમે ઠાકોર સમાજના લોકો સુધી પહોંચાડીશું.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સામે નારાજ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર ‘ઠાકોર સેના’ને મજબૂત કરીને ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષમાં પોતાનું કદ મોટું કરવાના પ્રયાસમાં લાગ્યો છે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]