14 માસની દુષ્કર્મ પીડિત બાળકીને ન્યાય અપાવવા અલ્પેશ ઠાકોર કરશે સદભાવના ઉપવાસ

અમદાવાદઃ ગુજરાતમાં સાબરકાંઠામાં ૧૪ વર્ષની બાળકી પર આચરવામાં આવેલા દુષ્કર્મમાં ન્યાયની માંગણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ૮ ઓકટોબરના રોજ ગાંધી આશ્રમ ખાતે સદભાવના ઉપવાસ કરશે.

આ અંગે જણાવતા કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ કિસ્સામાં સરકાર પાસે રજુઆત કરવામાં આવી છે કે કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને પીડિતાને વળતર રકમ પાંચ લાખ સુધી કરવામાં આવે. આ ઉપરાંત સરકાર પાસે માંગ કરી છે કે રાજ્યમાં આવતા પરપ્રાંતીય લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે અને તેમને યોગ્ય માહિતી એકત્ર કરવામાં આવે.તેમજ આ કેસમાં તાત્કાલીક અસરથી ચાર્જશીટ દાખલ કરવામાં આવી જોઈએ.

તેમજ માનવતાના ધોરણે પણ સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લેવી જોઈએ. આ ઉપરાંત અમે ન્યાય અને અધિકારની લડત લડી રહ્યાં છે. ત્યારે કોઈપણ છમકલામાં ઠાકોર સેનાના યુવાનોને પોલીસ કનડગત કરે છે તે યોગ્ય નથી. તેથી અમે શાંતિના માર્ગે ન્યાયની લડત લડી રહ્યા છે તેમજ આગળ વધવા માંગીએ છીએ. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં આવેલા ઢુંઢર ગામમાં દોઢ-બે વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે..દોઢ વર્ષની બાળકી પર એક ફેક્ટરીના મજૂર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે.