અલ્પેશ ઠાકોર સમર્થકો સાથે ભાજપમાં જોડાવાની ચર્ચા, રાજકારણ ગરમાયું

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપ તરફ ઢળી રહ્યા છે. હવે સૂત્રો એવું કહી રહ્યા છે કે આગામી એક બે દિવસમાં અલ્પેશ પોતાના સમર્થનમાં રહેલા કોંગ્રેસના બે ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ સંસદીય સચિવ તરીકે શપથ લેશે તેવી પણ ચર્ચા ચાલી છે. ચૂંટણી પહેલા જો ભાજપ અલ્પેશને પોતાની તરફ કરી શકશે તો ગુજરાતની રાજનીતિમાં આ સૌથી મોટા સમાચાર બનશે.

રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ભાજપ તરફ ઢળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો આગામી એક કે બે દિવસમાં અલ્પેશ ઠાકોર પોતાના સમર્થનમાં રહેલા કોંગ્રેસના બે ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ સંસદીય સચિવ તરીકે શપથ લે તેવા સમાચારો આવ્યા છે.

સૂત્રોનું માનીએ તો ભાજપ તરફથી અત્યારે અલ્પેશનો સામેથી કોઈ જ સંપર્ક કરવામાં આવી રહ્યો નથી. એટલે એવું કહી શકાય કે ભાજપમાં જોડાવું કે નહી તે વાત અલ્પેશ ઠાકોરે જ નક્કી કરવાની છે. તો બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આઠમી માર્ચના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જો ચૂંટણી જાહેરાત થાય તો જાહેરાતની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જશે.

ગુજરાતની જો વાત કરીએ તો ગત વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસે કમબેક કર્યું છે. અત્યારે કોંગ્રેસ મજબૂત બની છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિગઢની થોડા સમય પહેલા યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ એક મજબૂત પક્ષ બનીને આગળ આવી છે. ત્યારે જો અત્યારે લોકસભા ચૂંટણી ટાણે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જશે તો ચોક્કસપણે રાજકીય ગરમાવો આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]