ક્રાંતિકારી છપ્પાના રચયિતા અખાની યાદગીરીમાં સંગીતમય કાર્યક્રમ

અમદાવાદ- એક મુરખને એવી ટેવ…પથ્થર એટલા પૂજે દેવ…તિરથ કરતાં ત્રેપન ગયાં…જેવા અનેક જાણીતા ક્રાંતિકારી છપ્પાના રચયિતા અખાને યાદ કરીને શહેરની અખા ભગતની પોળમાં સંગીતમય છપ્પાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.વિશ્વ પ્રસિદ્ધ-અનોખા ઐતિહાસિક શહેર અમદાવાદના કવિ અખાના છપ્પાની સંગીત સાથેની રજૂઆત દીવાન બલ્લુભાઇ શાળાના બાળકોએ કરી હતી. ખાડીયા ઇતિહાસ સમિતિ, દેસાઇની પોળ યુવક મંડળ અને દીવાન બલ્લુભાઇ શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અનિલ રાવલ , ઇતિહાસ સમિતિના હેમંત ભટ્ટ તેમ જ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. તસવીરઃઅહેવાલ–પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]