અમદાવાદઃ સમારકામ એક, સૂચનાઓ અનેક!!

અમદાવાદઃ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપરના કલેક્ટર કચેરીથી શાહીબાગ વિસ્તાર તરફ જતા સુભાષ બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે. નદી ઉપરથી પસાર થતા આ બ્રિજનું સમારકામ ચાલુ થતાં જ તકેદારી અને વ્યવસ્થાના ભાગરુપે વાહન વ્યવહાર બંધ કારાયો છે.

18 નવેમ્બર, 20 દિવસ કે કામ પૂર્ણના થાય ત્યાં સુધી સુભાષ બ્રિજ બંધ રહેશે એવા બેનર્સ અને પાટિયાં ચોઢવામાં આવ્યા છે.  જ્યારે બ્રિજ તરફ જતાં માર્ગ પર વચ્ચો વચ પડેલાં વિશાળ પતરાં પર સૂચના છે. રવિવારે સુભાષ બ્રિજ વાહન ચાલકો માટે બંધ રહેશે. આ વિશાળ પાટિયું અને બંધ રસ્તો જોઇ પસાર થતાં વાહન ચાલકોને પ્રશ્ન થાય છે કે આ બ્રિજ રવિવારે જ બંધ રહેશે કે કામ ચાલુ રહેશે ત્યાં સુધી…? 

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]