અભિનંદનઃ અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટે જીત્યા 3 ઈન્ટરનેશનલ એવોર્ડ

અમદાવાદ – ગુજરાતની જનતા અને ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓને ગર્વની લાગણી થાય એવા સમાચાર છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટે 3 એવોર્ડ જીત્યા છે. આ એવોર્ડ એણે વર્લ્ડ ક્લાસ સેવાઓ પૂરી પાડવા માટે જીત્યા છે.

આ ત્રણ એવોર્ડ છેઃ ‘બેસ્ટ ઈન્વાયરન્મેન્ટ એન્ડ એમ્બીઅન્સ’, ‘બેસ્ટ કસ્ટમર સર્વિસીસ’ અને ‘બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફેસિલિટેશન’.

આ એરપોર્ટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સર્વિસ ક્વાલિટી (ASQ) એવોર્ડ્સ જીત્યા છે. આ ત્રણેય એવોર્ડ એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) સંસ્થા દ્વારા આપવામાં આવ્યા છે.

ASQ એવોર્ડ્સ એરપોર્ટ પેસેન્જર સેવા માટે આપવામાં આવતો પ્રતિષ્ઠિત એવોર્ડ છે અને વિશ્વમાં બેન્ચમાર્કિંગ પુરસ્કાર છે.

બેંગલુરુના કેમ્પેગોવડા ઈન્ટરનેશનલ એરપોર્ટે આગમન અને પ્રસ્થાન કેટેગરીઓ માટે ASQ એવોર્ડ જીત્યો છે.

ASQ એવોર્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાપવામાં આવ્યો છે. આ એવોર્ડના વિજેતા નક્કી કરવા માટે દુનિયાભરના વિમાનીમથકો ખાતેની સેવાઓ વિશે પ્રવાસીઓનાં સંતોષના મામલે સર્વે કરવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]