ફેમ પ્રાયોજિત મિસિસ ઈન્ડિયા સ્પર્ધામાં અમદાવાદની પારુલ તોમર ટાઈટલ વિજેતા બની

અમદાવાદ- નાગપુરની હોટલ તુલી ઈન્ટરનેશનલમાં ફેમ પ્રાયોજિત મિસિસ ઈન્ડિયા સ્પર્ધામાં અમદાવાદની શ્રીમતી પારુલ અનિલ તોમર ટાઈટલ વિજેતા બની હતી. પારુલ તોમરની આ સફળતા તેમના જેવી તમામ મહિલાઓને પોતાના માટે જીવન જીવવા અને ખુદની ઓળખ ઉભી કરવા પ્રોત્સાહન પુરું પાડે છે.

પારુલ તોમર જણાવે છે કે, તેમાના માટે આ પ્રતિયોગિતા એક મોટો પડકાર હતો. બે  બાળકોની માતા માટે તેમના બાળકોની રોજબરોજની જરૂરીયાતો પૂરી પાડવાની સાથે પોતાને પણ શારીરિક અને માનસિક રીતે આવી સૌંદર્ય પ્રતિયોગિતાઓ માટે તૈયાર રાખવું ઘણું મુશ્કેલ હોય છે.

પારુલ તોમરના પતિ અનિલ તોમર પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં મદદનીશ સિગ્નલ અને દૂરસંચાર એન્જિનિયર છે. તેમની ડ્યૂટી મોટાભાગે ઘરથી દૂર હોય છે. આ સ્થિતિમાં પારુલ સામે ઘર, બાળકો અને તેમના સપના ત્રણ અલગ અલગ પડાવો હતાં.

પારુલની આ સફળતાનો શ્રેય તે તેમના પતિ અને બાળકોને આપે છે. આ સ્પર્ધામાં વિજેતા બનવા માટે, તેણે 40 પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્પર્ધાના છેલ્લા રાઉન્ડમાં પોતાનું સ્થાન બનાવતા તેણે ટાઇટલ ક્રાઉન પોતાના નામે કર્યું હતું. આ પ્રસંગે તેમનો પરિવાર પણ તેમની સાથે હતો.આ સફળતાના માધ્યમથી તે ઘરેલુ મહિલાઓને સંદેશો આપવા માંગે છે કે, સિતારો કે આગે જહાં ઓર ભી હે, તેથી તમારા સપનાઓને સાચા કરવા પોતાના વિશે પણ વિચારવું પડશે. અને તમારા સપનાઓને સાચા કરવા તનતોડ મહેનત કરવી પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]