અમદાવાદના જાણીતા DJ નિહાર અને એમના સાથીઓ મચાવશે નવરાત્રિમાં ધૂમ

અમદાવાદ- સમગ્ર ગુજરાતમાં નવરાત્રિના ૨ મહિના પેહલાથી ખૈલેયાઓ નવરાત્રિની તૈયારીઓમાં લાગી જતાં હોય છે. અને એમાં મ્યુઝિક, અવનવી ચણિયાચોળી, અવનવા ગરબા અને આ વખતે શું નવું જોવા અને સાંભળવા મળશે તેમાં ખોવાઈ જતાં હોય છે. આજ વસ્તુને ધ્યાનમાં રાખીનેને અમદાવાદને લેટેસ્ટ મ્યુઝિક અને ગરબામાં ડોલવા માટે DJ નિહાર અને તેમના ૧૦ જાણીતા DJ સાથીઓ મચાવશે ધૂમ.

અમદાવાદમાં આવેલી હોટેલ રેનેસાંસ ખાતે ૧૦ થી ૧૮ ઓક્ટોબર સુધી  નવલી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીજે નિહાર, ડીજે વિશાલ ,ડીજે ડોક, ડીજે બોની, ડીજે કોમેક્સ, ડીજે મેહુલ, ડીજે દર્શ, ડીજે તુને ટ્રીપ, ડીજે તરલ, ડીજે કપિલ, ડીજે વિષ ટચ, અને  ડીજે  હિમસ ઉપસ્થિત રહેશે.

આ નવરાત્રિમાં ક્યાં ગીતો સાથે ધૂમ મચાવશે એની પણ જાહેરાત કરવામાં આવી હતી. નવ રાત, નવ અલગ અલગ ડીજે સાથે અલગ અલગ તાલે નવું સંગીત અને નૃત્ય સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. જે દેખીતી રીતે જ અગાઉ ક્યારેય નહીં જોયું હોય તેટલું રોમાંચક બની રહેશે.

આ વખતેના મ્યુઝિક વિશે વાત કરતા DJ નિહારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં નવરાત્રિના તહેવારમાં ખૈલયાઓ ભરપૂર એન્જોય કરતા હોય છે અને આને વધારે શાનદાર અને ફુલ ફન વાળો બનાવા માટે આ વખતે અમે લોકોએ એકદમ અલગ જ ટ્રેક બનાવ્યાં છે, જે અમદાવાદીઓને ખુબજ ગમશે અને એન્જોય કરશે.

ડીજે નિહાર દ્વારા સાઇલન્ટ ડિસ્કો પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મ એય દિલ હૈ મુશ્કિલમાં બ્રેકઅપ ગીતને માણી શકશો. ડાન્સરો દ્વારા ધારણ કરાયેલા વાયરલેસ હેડફોનને રેડિયો ટ્રાન્સમિશન થકી પ્રસારિત કરી સંગીતનો અનોખો અનુભવ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]