અમદાવાદઃ તરસથી આકુળવ્યાકુળ મોરલાના ઝૂંડની જળ માટે દોડાદોડી

અમદાવાદ-શહેરમાં યલો વોર્નિંગ ચાલી રહી છે ત્યારે ભીષણ ગરમીના અનુભવે આબાલવૃદ્ધ અકળાઇ રહ્યાં છે. શહેરમાં પાંચ દિવસ 43થી 45 ડિગ્રી તાપમાન તાપમાનની હવામાનખાતાંની આગાહી છે જેને લઇને અમદાવાદીઓ સચેત થઇને ગરમીનો સામનો કરવાના ઉપાય અજમાવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના  એસજી હાઇવે પાસે મૂંગા પ્રાણીઓ પોતાની તરસ છીપાવવા અહીંતહીં દોડાદોડ કરતાં જોવા મળ્યાં હતાં.અમદાવાદ જેવા શહેરમાં છેવાડાના વિસ્તારોમાં પાણી અને ખોરાકની શોધમાં અનેક જીવો માનવ વસ્તી તરફ દોડાદોડ કરતાં જોવા મળે છે. વહેલી સવારથી જ પશુઓનો ઘોંઘાટ અને પક્ષીઓનો કેકારવ સતત સંભળાયા કરે છે. પ્રસ્તુત તસવીર માં એસજી હાઇવે નજીકના રેલવે ટ્રેક પાસે મોરલાનું એક ઝૂંડ પાણી અને ચણની શોધના પ્રયાસ કરી રહેલ નજરે પડી રહ્યાં હતાં.

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ