શાળાકોલેજમાં થતાં રેગિંગને અટકાવવા અમદાવાદીએ એપ બનાવી

અમદાવાદ-  શાળા કોલેજોમાં રેગિંગ અને વિદ્યાર્થીઓને હેરાન કરવાના બનાવો અવારનવાર બનતા હોય છે. કેટલીકવાર મજાક માટે હેરાનગતિ કરવા માટે કરાતાં રેગિંગથી માસૂમ લોકોના જીવ પણ જોખમાઇ જાય છે. શિક્ષણ સંકુલોમાં રેગિગ, શોષણ, હેરાનગતિના જોખમો ટાળવા અમદાવાદના યુવા ટેકનોક્રેટ દ્વારા એક એપ તૈયાર કરાઇ છે. વિદ્યાર્થીઓના રેગિંગ, શોષણ અને હેરાનગતિ સામે રક્ષણ આપતી એન્ટી બૂલિંગ એપ્લિકેશન “ફાઈટ  સોંગ” બની ગઇ છે. ટૂંક જ સમયમાં લોકો એનો લાભ મેળવી શકશે.

શાળા,  કોલેજ, હોસ્ટેલ્સ , યુનિવર્સિટી  પરિસરમાં  કે  પરિસરની આસપાસ વિદ્યાર્થીઓના શોષણ,  રેગિંગ  અને  હેરાનગતિના  અસંખ્ય  બનાવ  બને છે. આવી  ઘટના  રોકવા  માટે શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો  અને સરકારીતંત્ર હંમેશા પ્રયત્નશીલ રહે છે.

સરકારના અવનવા કાર્યક્રમો, સતર્કતા હોવા છતાંય  આવી  ઘટનાઓ  વારંવાર બનતી  રહે છે. એક  સર્વે  પ્રમાણે ભારતમાં દર ત્રણ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી આ પ્રકારના રેગિંગ, શોષણ અને હેરાનગતિનો ભોગ બને  છે. આ પ્રકારની ઘટનાઓને કારણે માતા પિતા-પરિવારજનો સતત ચિંતિત રહે છે.  રેગિંગ-હેરાનગતિ-ઉશ્કેરણીના બનાવો  રોકવા  તેમજ  વિદ્યાર્થીઓને  યોગ્ય  મદદ પુરી પાડવા અમદાવાદના યુવા ટેકનોક્રેટ “કિરણ સુતરિયા” દ્વારા “ફાઈટ  સોંગ” નામની એન્ટી  બુલિંગ મોબાઈલ એપ રજૂ  કરવામાં આવી છે. આ અંગે  વધુ  જણાવતા”ફાઈટ  સોંગ” એપના યુવા કો-ફાઉન્ડર  “કિરણ  સુતરીયા”એ  જણાવ્યુકે, વર્તમાન  સમયમાં વિદ્યાર્થીઓના શોષણ અને  હેરાનગતિની  ઘટના રોકવા  અને વિદ્યાર્થીઓને આવી  ઘટનાઓ  સામે  સમયસર રક્ષણ આપવા  તેમજ  લાગતા વળગતા શૈક્ષણિક સંસ્થાઓના કાઉન્સેલર્સ  થકી  મદદ  રૂપ  થવાના  હેતુ  સાથે  આ  પ્લેટફોર્મ  રજૂ કરવામાં  આવ્યું  છે, તેમણે  વધુમાં  જણાવ્યુંકે  “ફાઈટ સોંગ ” એપ ના  વિવિધ  ફીચર્સ  દ્વારા  વિદ્યાર્થીઓ ખૂબજ  સરળતાથી અને  ખાનગી  રીતે શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાં બનતી ઘટનાઓ  અંગે  લાગતા વળગતા  સત્તાઘીશો અને  કાઉન્સેલરને મેસેજ  આપી જણાવી શકશે  તેમજ  તે અંગેના  સ્ક્રીન શોટ, ફોટો ,અને  વિડિઓ પણ મોકલી  શકશે, આ ઉપરાંત આ એપ  વિદ્યાર્થીની ઓળખ ખાનગી રાખવામાં પણ મદદરૂપ થશે,   આ એપ  મોબાઈલ  સાથે  જોડાયેલ હોવાથી ઈમરજેંન્સીમાં લોકેશન પણ ટ્રેસ કરી શકશે. આ  એપ જેવા પ્લેટફોર્મના  ઉપયોગથી  વિદ્યાર્થીઓ નિર્ભય અને તણાવમુક્ત બની શકે.

એન્ટી બુલિંગ મોબાઈલ એપ “ફાઈટ  સોંગ” વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાં સલામતીનો અનુભવ કરાવશે તેમજ વિદ્યાર્થીઓના શોષણ  અને  હેરાનગતિને  લગતા બનાવોને રોકવામાં  મદદરૂપ  સાબિત  થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]