અમદાવાદઃ ‘ટાઉન પ્લાનિંગ સ્કીમ’ પુસ્તકનું અનાવરણ…

અમદાવાદ- ગામ, શહેર, રાજ્ય કે દેશને સ્વચ્છ-સુંદર-વ્યવસ્થિત રાખવા માટે આયોજન સાથે પ્રજાલક્ષી અભિગમ રાખવામાં આવે એટલે સફળતા અને સરાહના મળે. આજકાલ તમામ શહેર વ્યવસ્થિત પ્લાનિંગ સાથે જ તૈયાર કરવાનો આગ્રહ રાખવામાં આવે છે.અમદાવાદ શહેરના એ એમ એ ખાતે 6, ફેબ્રુઆરી બુધવારની સાંજે નરેન્દ્ર કે. પટેલ ટાઉન પ્લાનર, ના પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું.
અમદાવાદ શહેરના ચોતરફ વિકાસમાં એન કે પટેલ નો મહત્વનો ફાળો છે. ટાઉન પ્લાનિંગ જેવા અઘરા વિષય ને સરળતાથી ફિલ્ડમાં ઉકેલ્યા બાદ નરેન્દ્રભાઇએ પુસ્તક રુપે લોકોને અર્પણ કર્યો  છે.
એ એમ એ ના જે. બી ઓડિટોરિયમમાં પુસ્તક અનાવરણના કાર્યક્રમમાં ઔડાના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપનાર સુરેન્દ્ર પટેલ, સાબરમતી નદી પર રિવરફ્રન્ટ જેવું સુંદર નજરાણું અમદાવાદ શહેરને આપનાર તાજેતરમાં જ જેમને પદ્મશ્રી મળ્યો એવા બિમલ પટેલ સહિતના અનેક મહાનુભાવો એ હાજરી આપી હતી.
તસવીર:  અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ