અમદાવાદ: REST કેબિન ટ્રાફિક પોલીસ માટે…..?

અમદાવાદ: આખાય ભારત દેશમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટેની મથામણ શરુ થઇ ગઇ છે. વાહન ચાલકોને માર્ગો પર ટ્રાફિક નિયમન કરાવવા તેમજ નિયમોનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસ સાથે હોમગાર્ડસ, ટ્રાફિક રોડ બ્રિગેડ તેમજ અન્ય ફોર્સની પણ સહાયતા લેવાઇ રહી છે. પોલીસ ફોર્સમાં ટ્રાફિક શાખા એક એવો વિભાગ છે જેના કર્મચારીઓને ઠંડી, ગરમી, વરસાદ કે પવનો આ તમામ કુદરતી વાતાવરણનો સામનો કરવો પડે છે.

આ સાથે વાહનોનું ઝેર ઓકતુ પ્રદુષણતો ખરુંજ. એટલે રોડ પર જ કામ કરતા આ ટ્રાફિક નિયમન કરતાં કર્મચારીઓને કેટલીક કુદરતી અને કેટલીક માનવ સર્જિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રોડ પર જ ઉભા રહી ફરજ નિભાવવાની કામગીરીને જોઇ કેટલીક વાર સરકાર સગવડો આપે છે એના કરતાં સામાજીક જવાબદારી સમજી કેટલીક કંપનીઓ ઉમદા સાધનો આપી ઉમદા કામગીરી કરે છે.

માનવીય અભિગમ દાખવી અમદાવાદ સહિત દેશના અનેક ભાગમાં કંપની ઓ ટ્રાફિક શાખાને કામગીરી માટે માર્ગો પર જ વિવિધ આકારમાં કેબિન બનાવી આપે છે. જેથી કાગળની કાર્યવાહી સાથે અનેક કામગીરી સરળ રહે . તાજેતર માં જ અમદાવાદ શહેર સહિત અન્ય શહેરોમાં ટ્રાફિક પોલીસ માટે બીટ ચોકીઓ બનાવવામાં આવી છે. પણ..

આ સાથે અમદાવાદ શહેરના જ ઇન્દિરા બ્રિજ પાસે બીટ ચોકીની બાજુમાં જ એક અનોખી કેબિન જોવા મળી…..જેની ઉપર લખ્યું છે….R E S T …RULES ENSURE SAFETY & TRUST.. એટલે એક નજરે એવું લાગે કે આ ટ્રાફિક પોલીસ માટે નો રેસ્ટ રુમ છે…પણ કેબિન આપનાર કંપનીએ ટ્રાફિકના સેફ્ટી સાથે ટ્રાફિકના રુલ્સનું પાલન કરવાની બાબતો સાથે જુદી જુદી સાઇન્સ પણ મુકી છે.

ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર ટ્રાફિક રુલ્સની પબ્લિક અવેરનેસનાસૂચનો તેમજ માર્ગ પર જ ટ્રાફિક નિયમન માટે કામ કરતાં પોલીસ જવાનો ના ઉપયોગ માટે આવી વધુ કેબિનો મુકવામાં આવશે….

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]