હવે પંચવટીથી પરિમલ ગાર્ડન જતાં માર્ગની પણ ડિઝાઈન બદલાઈ જશે

અમદાવાદ- શહેરનો અતિપ્રતિષ્ઠા ભર્યો ગણાતો માર્ગ સી.જી.રોડ..સ્ટેડિયમ વિસ્તારથી પંચવટી સુધીના આ માર્ગને વર્ષો પહેલાં એક ચોક્કસ ડિઝાઇનમાં પાર્કિંગ સાથે તૈયાર કરવામાં આવ્યો. હવે શહેર ચારે તરફ વિકસી રહ્યું છે. 2019ના વર્ષની શરુઆત થઇ ગઇ, વર્ષો પછી આ વિસ્તાર જાણે શહેરની મધ્યમાં આવી ગયો છે. વધતી જતી વસ્તી અને વાહન વ્યવહારને કારણે પાર્કિંગની સમસ્યા સતત માથાના દુઃખાવા સમાન બનતી જાય છે. હાલ સી.જી. રોડના કેટલાક વિસ્તારની નવી ડિઝાઇન બનાવવાની શરુઆત થઇ ગઇ છે.

10, જાન્યુઆરીની વહેલી સવારથી જ પંચવટીથી પરિમલ સુધીના માર્ગની એક તરફ જ્યાં મોટી કંપનીના શો રૂમ તેમ જ મોટી રેસ્ટોરાં, હોટેલ્સ આવેલા છે.

આ વિશાળ, સ્વચ્છ અને નવ નિર્મિત માર્ગને પણ આ ડિઝાઇન ફેરની યોજનામાં સમાવી લીધો છે. નવા નક્કોર માર્ગ પર જ્યારે લોખંડની મોટી ફ્રેમો જડવાની શરુઆત થઇ ત્યારે ત્યાં કામ કરતાં કારીગરોને પૂછવામાં આવ્યું કે અહીંયા શું થાય છે..?  ત્યારે ઉત્તર મળ્યોઃ પાર્કિંગ અને ઘણું બધું. સાહેબ આવે એટલે પૂછી લેજો.

પ્રજાના પૈસાનો આયોજન વગરનો બેફામ વેડફાટ વિકાસના નામે કરાઇ રહ્યો છે.  હાલ આ મોટા સ્વચ્છ માર્ગને અડધે સુધી રોકી દેવામાં આવ્યો છે.

શહેરનો વિકાસ અને વ્યવસ્થા જરુરી છે, પરંતુ નવા જ થયેલા કામ પર ડિઝાઇન ફેર થાય એટલે માર્ગો પર પ્રજાનો ગણગણાટ શરુ થઇ જાય.

તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]