અમદાવાદમાં પદ્માવત રીલીઝ નહીં, જનજીવન સામાન્ય, સુરક્ષા સઘન

અમદાવાદ-પદ્માવત ફિલ્મ રીલીઝ સામે બે દિવસ પહેલાં જોવા મળેલાં વાવંટોળ જેવા વિરોધના દ્રશ્યો આજે ફિલ્મ રીલીઝની તારીખ પર શહેરમાં જોવા ન મળતાં જાહેર જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો.પદ્માવત સામે નારાજ થયેલા કેટલાક જૂથ દ્વારા અમદાવાદમાં થયેલી ભારે તોડફોડ-આગચંપી બાદ શહેરના માર્ગો પર રોજબરોજનો સામાન્ય માહોલ જોવા મળ્યો હતો.જોકે જ્યાં તોફાન મચ્યું હતું તેવા  હિમાલયા મોલ…પીવીઆર સિનેમા જેવા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હિમાલયા મોલ બંધ રાખવામાં આવ્યો છે. પોલીસ.,એસ આર પી. આર એ એફના જવાનો સતત શહેરમાં માર્ચ કરી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ભારત બંધનું એલાન છે… પરંતુ અમદાવાદ સુરક્ષા વચ્ચે વ્યાપાર-રોજગાર-વ્યવહારથી ધમધમી રહ્યું છે, જેની આ તસવીરો સાક્ષી છે.
તસવીરઃ અહેવાલ-પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]