લગ્નની સિઝનને ધ્યાનમાં રાખી યોજાયું વેડિંગ ફ્લી માર્કેટ, જરુર જણાય તે બધું જ…

અમદાવાદ- દીવાળીના તહેવારો પૂર્ણ થતાંની સાથે જ હવે લગ્નની સિઝન શરુ થઈ ગઈ છે. લગ્નની સિઝનને ધ્યાનમાં રાખીને અમદાવાદ વન મોલ ખાતે વેડીંગ સિક્રેટસના નામે વેડીંગ ફ્લી માર્કેટનું આયોજન કરવામાં આવ્યું હતું.

લગ્નોની આ સિઝન ખૂબ જ ધમધમાટ ભરી રહેશે. લગ્નો માટેના પોષાકો, ગાઉન્સ, મોજડીઓ, પરંપરાગત વસ્ત્રો, ઝવેરાત, એસેસરીઝ, બ્યુટી પ્રોડકટસ સહિત આ ખાસ દિવસે તમને જેની પણ જરૂર જણાશે તે બધુ આ પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે.

આ વેડીંગ ફલી માર્કેટમાં જૂદી જૂદી 30 જેટલી બ્રાન્ડ્સ દ્વારા પોતાનાં કલેકશનો રજૂ કરવામાં આવ્યા હતાં. વેડીંગ સિક્રેટ્સમાં ”લીજેન્ડ રજવાડા” અને ” ધાગા ” તરફથી રેમ્પ વોકનુ આયોજન કરવામાં આવ્યું હતું.

તમારા લગ્ન પ્રસંગ અને લગ્નના વિવિધ સમારંભો માટે તમને અહીં મોટાં ડીલ પ્રાપ્ત થશે. લગ્નની તમામ જરૂરિયોતો માટે આ ફ્લી માર્કેટમાં એક જ સ્થળ પર તમામ વસ્તુઓ ઉપલબ્ધ બની રહેશે.

તમામ આધુનિક અને વિવિધ શૈલી મુજબ વસ્ત્રો તૈયાર કરતા ડિઝાઈનર્સ  જેમનાં લગ્ન થવાનાં છે તે વર અને કન્યાની તથા તેમના પરિવારોની રૂચિને સંતોષ આપશે

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]