CA નથી મળતાં, રાજ્ય સરકારને રજૂઆત કરાઈ, 5000 જગ્યા ખાલી

અમદાવાદ- ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની અમદાવાદ બ્રાન્ચ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કે અમદાવાદની સીએ ફર્મ્સને એમ્પ્લોઇઝ નથી મળતાં. અમદાવાદની 2500 જેટલી ફર્મને સીએ ન મળતાં હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.આ 2500 જેટલી ફર્મમાં 5000 જગ્યા ખાલી છે..  હાલ અમદાવાદની 100 ફર્મમાં 800 જેટલા એમ્પેલોઇઝ માટે સીએ ઇન્સ્ટિટ્યૂટને રીકવેસ્ટ મોકલવામાં આવી છે. જીએસટી બાદ રીટર્ન ફાઈલ સહિતનું કામ ઘણું વધી ગયું હોવાથી કોમર્સ ગ્રેજ્યૂએટ્સની જરુર પડે છે જે અમદાવાદમાં ન મળતાં હોવાનું સરકારને જણાવાયું હતું. ભરતી માટે જોબફેર યોજવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

સીએ ડેની ઉજવણી દરમિયાન અમદાવાદ ચેપ્ચરના ચેરમેન નીરવ ચોક્સી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. રાજ્ય સરકારના લેબર એન્ડ વેલફેર ડીપાર્ટમેન્ટને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે,