આ કાફેમાં અમદાવાદીઓએ લીધું ભૂતપિશાચની વચ્ચે ડીનર

અમદાવાદ- શહેરનીમેરિયોટ હોટેલની મોમો કાફેમાં ભૂતપિશાચનો પરિચય થાય તે પ્રકારે તેમના મેનુને એક વિચિત્ર ટ્વીસ્ટ આપીને ગ્રાહકો માટે નવતર પ્રકારના ડીનરનું આયોજન કર્યું હતું.

હેલોવીન પ્રસંગે ચોકસાઈપૂર્વક ડિઝાઈન કરાયેલ મેઈન કોર્સમાં આહારના ચાહકો વાનગીઓ જોઈને આનંદિત થયાં હતાં. મેનુમાં આ ખાસ વાનગીઓ પિરસવામાં આવી

હેલોવીન પ્રસંગે મેનુમાં સ્ટ્રોબેરી બ્રેઈન ગેટોક્સ, બ્લેક ફોરેસ્ટ આરઆઈપી કેક, રાસબરી બ્લડી ડિલાઈટ, મેંગો ગ્રેવ, પમ્પકીન મમી ટાર્ટ, ઘોસ્ટ બ્રાઉની, ઓરિયો વેબ કપ જેવી વાનગીઓ મિઠાસના રસિકોને ગમી જાય તેવી હતી.

ડરામણું લાઈટીંગ ડેકોરેશન

કાફેમાં વિચિત્ર અને રહસ્યમય વાતાવરણ ઉભુ થાય તે પ્રકારે લાઈટીંગ કરાયું હતું. આ સ્થળ રહસ્યમય લાગતું હતું અને કોતરેલા કોળામાં ફાનસની રચના કરાઈ હતી.

મેરીયોટની ટીમ પણ ભૂત- પિશાચના પોશાકમાં વાનગીઓ પિરસતી હતી. અમદાવાદીઓને ગમી જાય તેવું વાતાવરણ સર્જાયું હતું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]