અમદાવાદ: જૂના માદલપુર ગરનાળાને નવું રુપ આપી ખુલ્લુ મુકાયુ

અમદાવાદ- શહેરના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન-આશ્રમ રોડથી ગુજરાત કોલેજ-આંબાવાડી તરફ જતા માર્ગ પર આવેલ રેલ્વે ટ્રેક નીચેનું ગરનાળું છેલ્લા કેટલાક સમયથી બંધ હતું. વાહન વ્યવહારની સરળતા માટેનું માદલપુર વિસ્તારનું આ ગરનાળું ખુબ ફાયદાકરક છે. ગરનાળુ રેલ્વે ટ્રેકની બંન્ને બાજુ નવા મજબુત લોંખડના ગડર, નવા સ્ટ્રક્ટર સાથે તૈયાર થઇ ગયું છે. આ ગરનાળામાં વરસાદી પાણીના નિકાલ માટેની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાત કોલેજ-એલિસ બ્રિજ વિસ્તારને જોડતો આ નાનો અંડર પાસ ખુલ્લી જવાથી ધંધા-રોજગાર, રહેણાંક અને શિક્ષણિક સંસ્થાનોથી ભરપૂર આ વિસ્તારના વાહન ચાલકોને રાહત થઇ છે. ઉલ્લેખનીય છે કે, મેટ્રો-રેલવે બ્રોડગેજનું કામ ચાલતું હોવાથી માદલપુર અન્ડરબ્રિજને છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે આ રૂટ પર પસાર થતી એએમટીએસના 14 રૂટને બદલવામાં આ‌વ્યા હતાં, પરંતુ હવે અંડરબ્રિજ તૈયાર થતાં બસના રૂટને પુન: શરુ કરવામાં આવશે.

અહેવાલ અને તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]