આઈટીના સપાટે ચડી સંકલ્પ હોટેલ્સ, વિવિધ એકમો પર મોટાપાયે દરોડા

અમદાવાદ- કૈલાશ ગોએન્કાના વિવિધ એકમો પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતાં. સંકલ્પ રેસ્ટોરન્ટ, ઉપરાંત હોસ્પિટાલિટી, રીયલ એસ્ટેટ, ટેક્સટાઇલના 17 જેટલા એકમો પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. તેમ જ રમાડા ગ્રુપની હોટલ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડામાં આઈટી વિભાગના 90થી વધારે કર્મચારીઓ જોડાયા છે.

શહેરના રેસ્ટોરન્ટ અને રિયલ એસ્ટેટ બિઝનેસ ધરાવતા સંકલ્પ ગ્રુપ સહિત અન્ય એકમો પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. ઇન્કમટેક્સ વિભાગને નાણાંકીય ગરબડ થવાની આશંકાએ સામૂહિક દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આઈટી વિભાગે રેસ્ટોરન્ટ અને રીયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાયેલ આ ગ્રુપના તમામ સ્થળે દરોડા પાડ્યાં છે. અનધિકૃત વ્યવહાર ધરાવતાં 12 બેંક લોકર તેમ જ 2.25 કરોડથી વધુની રોકડ દરોડા કાર્યવાહી દરમિયાન મળી આવ્યાં છે.

કૈલાશ ગોએન્કાના વિવિધ એકમો ડ્રાઈવ ઈન રોડ, એસ.જી.હાઈવે, અને સી.જી.રોડ પર આવેલા છે. મહત્વનું છે કે, કૈલાશ ગોએન્કાનો હોટલ બિઝનેસ સાત દેશમાં વ્યાપેલો છે. કૈલાશની માલિકીની 250થી વધારે હોટલો છે.