રૂપિયાની લાલચમાં વેપારીઓ બાળકોને ચડાવે છે આ ભયંકર નશાની લતે

અમદાવાદ: ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ છે. લોકો પોલીસથી બચીને બ્લેકમાં દારુ ખરીદીને પી રહ્યા છે. પણ હવે સ્કુલમાં જતા બાળકો વ્હાઈટનર અને કફ સિરફનો ઉપયોગ કરીને નશાની લતે ચડ્યા છે. વ્હાઈટનર અને કફ સિરફ સરળતાથી બજારમાંથી મળી જાય છે. આ પ્રકારના નશાથી બાળકોના સ્વાસ્થ્ય પર વિપરિત પ્રભાવ પડી રહ્યો છે. અમદાવાદ પોલીસએ આ મામલે એક પિતાની ફરિયાદ બાદ એક સ્ટેશનરી સ્ટોર્સ પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં વ્હાઈટનર અને કફ સિરનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે કાર્યવાહી કરતા આ દુકાનના માલિકની ધરપકડ કરી છે.

મળતી જાણકારી મુજબ નવા નરોડા,કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા સુરેશ.ડી પરમારે જણાવ્યું કે બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચીને ઈન્ડિયા કોલોની રોડ પર સ્થિત પ્રકાશ જનરલ સ્ટોર્સના માલિક પ્રફુલચન્દ્ર શિવપ્રકાશ જોષી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં કહ્યું કે, ગઈ રાતે તેમનો 16 વર્ષનો પુત્ર નાક દ્વારા કંઈક સૂંઘી રહ્યો હતો. જ્યારે હું તેમની નજીક ગયો તો તેમના હાથમાં એક ટ્યૂબ હતી. ટ્યૂબ પર કોરેક્સ ઈરેજ એક્સ ડાઈલ્યુટર પેન 12 એમએલ લખ્યું હતુ. જ્યારે તેમણે તેમના પુત્રને કડક શબ્દોમાં પુછયું તો તેમણે જણાવ્યું કે, આ સૂંઘવાથી તેને નશો ચડે છે. અને તે શાંત થઈ જાય છે. તેને આમ કરવામાં મજા આવે છે. તેમના પુત્રએ જણાવ્યું કે, બાપુનગર ઈન્ડિયા કોલોનીમાં સ્થિત પ્રકાશ જનરલ સ્ટોર્સમાં આ સામગ્રી મળે છે.

બાપુનગર પોલીસ સ્ટેશનના પ્રભારી નિરવ વ્યાસે જણાવ્યું કે, પિતાની ફરિયાદ પછી પ્રકાશ પ્રકાશ જનરલ સ્ટોર્સ પર પોલીસે દરોડા પાડ્યા હતા. દુકાનનો માલિક માત્ર થોડાની રૂપિયાની લાલચ માટે બાળકોને વ્હાઈટનર અને કફ સિરફ લાવીને આપતો હતો. તેમના પર અપરાધિક ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, પેપર પર રાઈટિંગ ભૂલો સુધારવાના નામ પર મોટા પ્રમાણમાં વ્હાઈટનરનો ઉપયોગ નશા માટે થઈ રહ્યો છે. વ્યાપારીઓ તેમજ નાના દુકાનદારો માત્ર થોડા રૂપિયાની લાલચ માટે યુવાનો અને સ્કુલના બાળકોને ખુલ્લેઆમ વ્હાઈટનર વેંચી રહ્યા છે.

અમદાવાદમાં વસાહતો અને ચાલીઓમાં રહેલા મોટાભાગના બાળકો આ નશાનો શિકાર બની રહ્યા છે. વ્હાઈટનર વ્હાઇટનર પોલિવિનાઇલ ક્લોરાઇડનું એક પોલિમર છે. તે પાણીમાં દ્રાવ્ય નથી થતું, તેને ઓગાળવા માટે આલ્કોહોલ આધારિત પ્રવાહીની જરૂર પડે છે. દારૂ નશો કરવા માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે. આ પદાર્થને સુંઘવાથી નાની ઉંમરની વ્યક્તિ કોમામાં જઈ શકે છે. ફેફસામાં એલર્જી થવાની શક્યતા વધી જાય છે.  શરીરના આંતરિક અંગોને નુકસાન થાય છે. આનાથી કેન્સર થવાની શક્યતા પણ વધી જાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]