અમદાવાદઃ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ લેનાર-આપનારના સ્વજનોનું સન્માન કરાયું

અમદાવાદ-  શહેરની ખાનગી હોસ્પિટલના એક કાર્યક્રમમાં હાજર રહેલાં સીએમ રૂપાણીએ હ્રદયરોગ, કેન્સર જેવા જટિલ રોગના ઇલાજ માટે ગુજરાતમાં મેડિકલ રીસર્ચ અને ફાર્માસ્યુટિકલ રીસર્ચની સુવિધાઓ વ્યાપક બનાવવા સંભાવનાઓ દર્શાવી હતી  તેમણે એમ પણ કહ્યું કે, જટિલ રોગની સારવાર માટે જરુરતમંદ દર્દીઓને મુખ્યપ્રધાન રાહતનિધિમાંથી યોગ્ય સહાય આપવાની દિશામાં પણ સરકાર વિચારી રહી છે.અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલના ઉપક્રમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ રિસિપિઅન્ટસ અને અંગદાન કરનારા દાતા પરિવારોના સન્માન સમારોહ યોજાયો હતો જેને લઇને સીએમ ઉપસ્થિત રહ્યાં હતાં. રદય પ્રત્યારોપણને દિલથી દિલને જોડવાની ઘટના ગણાવી જણાવ્યું હતું કે, ૧૯૬૮માં યુ.કે.માં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ભારતમાં ૧૯૯૪માં દિલ્હીમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે ગુજરાતમાં ૨૦૧૬માં પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે

ઓર્ગન ડોનેશન અંગે જનજાગૃતિ કેળવવાની જરુર અને મૃત સ્વજનના અંગોના દાનથી કોઇના જીવનમાં નવી રોશની-નવી ચેતના આપવાનું ઇશ્વરીય કાર્ય જ માનવતાની સાચી દિશા હોવાનો સૂર વ્યક્ત કરાયો હતો.છે. પ્રત્યારોપણને સમયની માગ ગણાવાયું હતું કેમ કે, હ્રદય પ્રત્યારોપણ એ એક મોટી ઘટના છે અને હ્રદય પ્રત્યારોપણથી અનેક પરિવારોને નવજીવન મળે છે. આપણી સંસ્કૃતિમાં પણ અંગ પ્રત્યારોપણનું વર્ણન છે. ભગવાન ગણેશ અને દધીચી ઋષી તેના ઉત્તમ ઉદાહરણ છે. અંગદાનને પગલે અનેક દર્દીઓને નવું જીવન મળે છે ત્યારે અંગદાન માટે જાગૃતિ જરૂરી છે.હ્રદય દાન કરનાર દાતાઓના પરિવારોનું મુખ્યપ્રધાન તથા અન્ય મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું. આ વેળાએ હ્રદય દાન સ્વીકારનાર દર્દીઓ તથા તેમના પરિવારો સહિત અગ્રણી તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]