વિવાદી નિત્યાનંદ સમલૈંગિક છે એવો પૂર્વ સાધકનો દાવો

અમદાવાદઃ નિત્યાનંદ! આ એક એવું નામ છે કે જેને અમદાવાદના તેના આશ્રમમાં ઘટેલી ઘટનાના કારણે બધા ઓળખવા લાગ્યા છે. આ નિત્યાનંદ હવે ભારત અને ગુજરાતને સંયુક્ત રાષ્ટ્રમાં બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. નિત્યાનંદ વેનેઝુએલાના ખોટા પાસપોર્ટ પર દેશમાંથી ફરાર થઈને ઈક્વાડોરમાં છુપાયો છે. તેના પૂર્વ સહયોગીએ જણાવ્યું કે નિત્યાનંદ સમલૈંગિક છે.

વિવાદાસ્પદ ધર્મગુરુ નિત્યાનંદના પૂર્વ સહયોગી હવે તેના જીવનના કરતૂતોને ઉજાગર કરી રહ્યા છે. બેંગ્લુરુની બે યુવતીઓનું અપહરણ કરીને અમદાવાદના આશ્રમ સર્વાજ્ઞપીઠમાં લાવ્યા બાદ ઉભા થયેલા વિવાદને ળઈને ગુજરાત પોલીસ નિત્યાનંદ વિરુદ્ધ તપાસ કરી રહી છે. આશ્રમની એક વિદેશી સેવિકા સારા લેંડ્રીએ આશ્રમમાં રહેનારા બાળકો સાથે ક્રૂરતા, મજૂરી કરાવવાનો અને યૌન શોષણનો પણ આરોપ લગાવ્યો છે. ધાર્મિત વિધિ અને દૈવિય શક્તિઓના નામે બાળકો સાથે પ્રયોગ કરવામાં આવતા હતા.

આશ્રમના એક પૂર્વ સહયોગીએ દાવો કર્યો છે કે નિત્યાનંદ સમલૈંગિક છે, તે મહિલાઓ સાથે રંગરેલીયા મનાવે છે અને પોતે અશ્લીલ વીડિયો બનાવીને વહેંચે છે. નિત્યાનંદમાં સમ્મોહનની શક્તિ છે, આવું તેના પૂર્વ સહયોગી માને છે. આનો ઉપયોગ તે પોતાના સમર્થક બનાવવા માટે અને આસ્થા રાખનારા લોકો પાસેથી પૈસા પડાવવામાં ખરે છે. નિત્યાનંદને નજીકથી જાણનારા ઘણા લોકો આશ્રમ છોડીને જતા રહ્યા અને કેટલાક તો ગુમ પણ થઈ ગયા.

કેલોરેક્સ ગ્રુપ અમદાવાદની ડીપીએસ શાળા અને અંધજન મંડળના બાળકોને લઈને પણ આશ્રમની સેવીકાઓ પ્રયોગ કરી ચૂકી છે. આશ્રમમાંથી ગૂમ થયેલી બાળકીઓના પિતા જનાર્દન શર્માના વકીલ પ્રીતેશ શાહનું માનવું છે કે નિત્યાનંદ કાયદાકીય દાવપેચમાં ફસાવીને વિરોધીઓને ચૂપ કરાવે છે. શર્મા અને તેમના સહયોગી સામાજિક કાર્યકર્તા કશ્યપ જાનીને પણ સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. બીજીતરફ સારાએ જણાવ્યું કે નિત્યાનંદ વેનેઝુએલાના પાસપોર્ટ પર ઈક્વાડોરમાં છુપાયો છે. ભારતમાં તેનો પાસપોર્ટ જપ્ત છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ સહિત ઘણા રાજ્યોની પોલીસ નિત્યાનંદની તપાસ કરી રહી છે.