અમદાવાદની દેવની શેરીમાં શ્રી રણછોડરાયજીના ‘અધિક’ દર્શન

અમદાવાદ-શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યાં પછી હિંદુ, જૈન, પારસી  અને મુસ્લિમ સહિતના કેટલાક ધર્મ, સંપ્રદાયની પૌરાણિક ઇમારતોનું મહત્વ વધ્યું છે.  આ ઇમારતો, ધાર્મિક સ્થળોએ મુલાકાતીઓ, દેશવિદેશના પ્રવાસીઓ પણ  વધ્યાં છે.હાલ હિંદુ ધર્મ માટે મહત્વનો અધિક માસ ચાલી રહ્યો છે. આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં શહેર, ગામના મંદિરો અને શેરીઓમાં ભજન,કીર્તન, કથાનું મહાત્મ વધી જાય છે. ગુજરાતમાં કૃષ્ણના જુદાજુદા સ્વરુપના અનેક મંદિરો છે. અમદાવાદ શહેરના માણેક ચોક વિસ્તારમાં સાંકડી શેરીમાં આવેલી લાખા પટેલની પોળમાં અંદાજે 500 વર્ષ જૂનું શ્રી પુરુષોત્તમ ભગવાનનું મંદિર આવેલું છે. 

અધિક માસમાં દેવની શેરીમાં આવેલા આ શ્રી પુરુષોત્તમરાયજીના મંદિરમા મોટી સંખ્યામાં શ્રદ્ધાધાળુઓ ભજનકીર્તન સત્સંગ અને કથારસમાં ભક્તિનો રસ માણી રહ્યાં છે. 
અહેવાલ–તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ 
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]