પત્નીથી છૂટકારો મેળવવા પતિનું કારસ્તાન…ડ્રગ્ઝનો ભોગ બની પત્ની

અમદાવાદ–  સ્વાર્થ માટે અધમાધમ પ્રવૃતિ કરવાના મનોવલણે એક યુવતીના જીવનને ઝેરસમાન બનાવી દીધું છે. શહેરના અમરાઇવાડી વિસ્તારમાં એક પતિ એજ તેની પત્નીને સતત એક મહિનાથી ડ્રગના ઇન્જેક્શન્સ આપ્યાં હોવાની ઘટના સામે આવી છે.

યુવતી પરિવારને બેભાન હાલતમાં મળી

પતિ કિરણકુમારે અન્ય સ્ત્રી સાથેના સંબંધને લઇને પત્નીથી છૂટકારો મેળવવા આવું કારસ્તાન કર્યું હતું. આ આક્ષેપ યુવતીના ભાઇએ કર્યો હતો. તેણે કહ્યું કે તેના જીજાજીને બીજી સ્ત્રી સાથેનો સંબંધ હોઇ તેને પામવા આવું કર્યું છે. યુવતીના પરિવારને ડ્રગ ઇન્જેક્શન અપાતાં હોવાની જાણ થઇ હતી અને યુવતીને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

સમગ્ર કિસ્સો બહાર આવતાં પતિ ફરાર થઇ ગયો છે અને પોલિસ પણ મામલાની ખરાઇ કરી આગળની કાર્યવાહીમાં લાગી છે. આ બાબતે મહિલાનું નિવેદન લેવાયાં બાદ પતિની ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]