અમદાવાદઃ ભારતના સપૂત સીવી રામનને યાદ કરી રહ્યો છે દેશ

અમદાવાદ– વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોમાં રસધરાવતા સમગ્ર દેશના લોકો 28મી ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે ની ઉજવણી કરે છે. ભારતમાં વિજ્ઞાનક્ષેત્રે નામના મેળવનાર ડો. સી.વી.રમન ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખીને આજના દિવસને સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. એમની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં રાખી સીવી રામનને નોબલ પારિતોષિકથી પણ નવાજવામાં આવ્યા હતાં. સાયન્સ ડેને ધ્યાનમાં રાખી અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં આવેલ વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરમાં આખાય દિવસ દરમિયાન વિવિધ શાળાઓમા્ંથી મોટી સંખ્યામાં આવેલા બાળકોને ગણિત-વિજ્ઞાનના પ્રયોગો બતાવવામાં આવ્યાં હતાં. સાથે અંધશ્રદ્ધાના નિર્મૂલન માટે સમજ આપવામાં આવી હતી . બાળકો જાતે ગણિત શીખે તેમજ તેમની બુદ્ધિમાં વૃદ્ધિ થાય તર્કશક્તિ પણ વધે એ માટેના કાર્યક્રમો સેન્ટરમાં કરવામાં આવ્યાં હતાં. વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સેન્ટરમાં સાયન્સ ડેના દિવસે બાળકોએ ચિત્રો દોર્યાં, પ્રયોગો પણ કર્યાં. આ સાથે ભવિષ્યમાં શિક્ષક બનનાર બી.એડના વિદ્યાર્થીઓએ પણ મોટી સંખ્યામાં સાયન્સ સેમિનારમાં ભાગ લીધો હતો.

તસવીર-અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ