ભાવનગરઃ ટ્રક અકસ્માતમાં 19 મૃતકના પરિવારને 4 લાખની સહાય જાહેર, ઘાયલોને 50,000

અમદાવાદ– અમદાવાદ ભાવનગર હાઈવે પર એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 19 લોકોના મોત થયાં છે, અને 6 લોકોને ઈજા થઈ છે. શનિવારે સવારે ભાવનગર અમદાવાદ હાઈવે પર સીમેન્ટ ભરેલો ટ્રક પલટી ખાઈ જતાં ચારેબાજુ અફરાતફરી મચી ગઈ છે. આ ટ્રકમાં 25 લોકો સવાર હતા. અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે, અન 6 લોકો ઘાયલ થયા છે.સિમેન્ટ ભરેલો ટ્રક રાજુલાથી દહેજ જઈ રહ્યો હતો, ત્યારે બાવળીયારી ગામ માટે સિમેન્ટ કટ્ટાથી ખચોખચ ભરેલો ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. ઘટના સ્થળે નજરે જોનારાના કહેવા પ્રમાણે ડ્રાઈવેર કાબુ ગુમાવ્યો પછી ટ્રક પલટી ગયો હતો. અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.ભાવનગર અને અમદાવાદથી 108 અને પોલીસ અને અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, અને ઘાયલોની સારવાર કરી અને નજીકની સરતાનપુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. પોલીસ અકસ્માત કેવી રીતે થયો તેના કારણો તપાસી રહી છે.

મૃતકોમાં 3 બાળકો 4 પુરુષો અને 12 મહિલાઓનો સમાવેશ થાય છે.

આ ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે.

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આ દુર્ઘટના અંગે દિલસોજી પાઠવી હતી. સાથે ભાવનગર બાવલિયારી ટ્રક અકસ્માતના તમામ 19 મૃતકના પરિજનોને તમામને રુ.4 લાખની સહાય જાહેર કરી છે. અકસ્માતમાં ઘાયલ થયેલાં તમામ છ વ્યક્તિને પણ 50,000ની સહાય જાહેર કરવામાં આવી છે.

સીમેન્ટ ભરેલાં ટ્રકમાં ગેરકાયદે મુસાફર બેસાડવા માટે ટ્રક માલિક સામે સખત કાર્યવાહી કરવાનો આદેશ પણ કરવાાં આવ્યો છે.

ભાવનગર અકસ્માત મૃતકોના નામ
1- કાજલબહેન બારૈયા, ઉંમર- 22 વર્ષ રહે.તળાજા
2- શોભાબહેન મેર- ઉ.32 રહે.સરતાનપર, તા.તળાજા
3- ભોલુ મેર, ઉ.6 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
4- પાયલબહેન બારૈયા, ઉ.25 વર્ષ, રહે. પાદરી, તા.તળાજા
5- ભોલુભાઈ ડાભી, ઉ.14 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
6- મમતાબહેન ચૌહાણ- ઉ.17 વર્ષ, રહે. તળાજા
7- હરિભાઈ બારૈયા, ઉ.28 વર્ષ, રહે. પાદરી, તા.તળાજા
8- કાનુબહેન વેગડ, ઉ.50 વર્ષ, રહે. પાદરી, તા.તળાજા
9- લખીબહેન મકવાણા, ઉ.52 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
10- હંસાબહેન બારૈયા- ઉ.40 વર્ષ, રહે.તળાજા
11- કૈલાસબેન ડાભી, ઉ.32 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
12- આશાબેન ડાભી, ઉ.32 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
13- લાભુબેન વેગડ, ઉ.40 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
14- મયૂરભાઈ ડાભી, ઉ.33 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
15- કમલેશભાઈ ડાભી, ઉ.12 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
16- હીરલબેન વેગડ, ઉ.13 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
17- મધુબેન ચૂડાસમા, ઉ.40 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા
18-ભૂરાભાઈ મકવાણા, ઉ.50 વર્ષ, રહે.સરતાનપર, તા.તળાજા

આ અગાઉ ભાવનગર જિલ્લામાં રાજકોટ-ભાવનગર રોડ પર બોટાદ નજીક રંઘોળા ગામ પાસે આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસેથી કોળી પરિવારની જાન ટ્રકમાં પસાર થઇ રહી હતી ત્યારે ટ્રકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 26 જાનૈયાના મોત થયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]