પરિમલ ચાર રસ્તા પર આવેલી બાળકોની હોસ્પિટલમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદ: શહેરમાં પરિમલ ગાર્ડન પાસે આવેલ નાના બાળકોની હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો હતો. પરિમલ ગાર્ડન ચાર રાસ્તા પાસે આવેલ એપલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિકરાળ આગ ફાટી નીકળતાં ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગને કાબૂમાં કરવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી હતી.

બનાવની વિગત મુજબ એપલ મલ્ટિસ્પેશિયાલિસ્ટ બાળકોની હોસ્પિટલના ચોથા માળે ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક અહેવાલ અનુસાર આગ બાટલો ફાટવાના કારણે લાગી હતી. આગ લાગ્યાંની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવી લીધો હતો. મળતી માહિતી મુજબ તમામ બાળકો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

તો બીજી તરફ, સારવાર લઈ રહેલા બાળકોને અન્ય હોસ્પિટલમાં તાત્કાલિક સ્તરે ખસેડાયાં હતાં. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટલના ધાબા પર આવેલ ફાઈબરનો શેડ સળગી ઉઠ્યો હતો. આગને પગલે બિલ્ડિંગના ઉપરના ભાગમાં આગ લાગતાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]