અમદાવાદઃ ડિલિવરી બોયને હોમગાર્ડે લૂંટ્યો…!

0
1526
પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ– ક્યારેક ક્યારેક ગુનાખોરીના બહાર આવતા કિસ્સા શહેરની બદલાતી તાસીર રજૂ કરી દે છે. શાંતિ અને સલામતી માટે વખણાતાં શહેરમાં એક ડિલિવરી બોયને રક્ષકો દ્વારા જ લૂંટી લેવાની ઘટના તેનો નમૂનો બની છે. સોલા વિસ્તારમાં  ઓનલાઇન ફૂડ મંગાવીને તેના ડિલિવરી બોયને નકલી બંદૂકની ધાક બતાવી લૂંટી લેવાયો હતો, જેની ફરિયાદ સોલા પોલિસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ડિલિવરી બોયને લૂંટવાના કેસમાં  બે હોમગાર્ડ સહિત એક આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. સોલા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા બે યુવકોએ ઓનલાઇન ફૂડ વેચતી કંપની સ્વીગી ઉપર ફૂડ ઓર્ડર કર્યો હતો. સોલા પોલીસ સ્ટેશનની હદના સ્થળે ડિલિવરી બોય ફૂડ આપવા ગયો ત્યારે બે હોમગાર્ડ સહિત એક અન્ય યુવકે ડિલિવરીની બોયને નકલી બંદૂક બતાવીને તેના પાસેથી 4000 રુપિયાની લૂંટ કરી હતી.

સોલા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરાતાં ત્રણેયને પકડીને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આઆરોપીઓએ અગાઉ પણ  રૂ.300 અને આજે રૂ.4000ની આમ બે વાર લૂંટ ચલાવી હતી. સોલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.