અમદાવાદઃ સંગીતકાર શેખરને ત્રણ ઈંડા રૂપિયા 1762 માં પડયા!!

અમદાવાદઃ બોલીવૂડના જાણીતા મ્યુઝિક ડિરેક્ટર વિશાલ શેખરના જોડીદાર શેખરે તાજેતરમાં ટ્વીટર પર એક બિલ પોસ્ટ કર્યું છે. આ બિલને વાંચીને આપ જરુર ચોંકી જશો. હકીકતમાં આ બિલ અનુસાર ત્રણ ઈંડાના સફેદ ભાગ માટે શેખરને 1672 રુપિયા ચૂકવવા પડ્યા. આ બિલ હોટલ હયાત રેજન્સીનું છે.

ઉલ્લેખનીય છે કે ટ્વીટર પર બિલ શેર થતા જ આખા સોશિયલ મીડિયા પર આ વાયરલ થઈ ચૂક્યું છે. ટ્વીટર પર આ બિલની કોપી શેર કરતા શેખરે કહ્યું કે, ત્રણ ઈંડા માટે 1672 રુપિયા? આ ખરેખર ખૂબ મોંઘુ જમવાનું હતું.

આ પહેલા પણ આવું થયું છે કે જ્યારે બોલીવુડ એક્ટર રાહુલ બોસે ઝેડબ્લ્યુ મેરિયટમાં બે કેળા માટે 442 રુપિયા ચૂકવ્યા હતા. મામલો ખરેખર આગળ વધી જતા હોટલ પર 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં આને યોગ્ય ગણાવતા ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ઉપાધ્યક્ષ જીએસ કોહલીએ કહ્યું હતું કે કિહોટલમાં કોઈપણ વસ્તુઓ સસ્તાભાવે ઉપ્લબ્ધ નથી હોતી. આની પાછળ તેમનો તર્ક હતો કે શહેરોમાં રોડ પર વેચાતી 10 રુપિયાની કોફી હોટલ્સમાં 250 રુપિયામાં મળે છે, આની પાછળનું કારણ એ છે કે હોટલ માત્ર સામાન જ નહી પરંતુ સેવા, ગુણવત્તા, કટલરી અને સ્વચ્છતા મામલે પણ ખૂબ ધ્યાન રાખે છે, જેના કારણે હોટલ પાસેથી આટલો ચાર્જ લેવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]