અહેમદ પટેલે આપી સર્જિકલ સ્ટ્રાઇક સંદર્ભે પ્રતિક્રિયાઃ મેં ક્યારેય ટીકા કરી નથી

ભરુચ- 2016માં ભારતે પીઓકેમાં ધૂસીને કરેલાં સૈન્ય કાર્યવાહીનો-સર્જિકલ સ્ટ્રાઇકનો વિડિયો સામે આવ્યો છે. જેને લઇને કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે રાજકીય ફાયદો ઉઠાવવા આ વિડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા- સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે પ્રતિક્રિયા આપી હતી.

ફાઈલ ચિત્ર

ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાના અભિવાદન સમારંભમાં હાજર રહેલા અહેમદ પટેલે સર્જિકલ સ્ટ્રાઇકના વીડિયો અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ ભારતીય સેનાનું ખૂબ જ સાહસિક કામ છે. મેં ક્યારેય તેની ટીકા નથી કરી. તેમણે એવું પણ કહ્યું હતું કે સરકારે જમ્મુ અને કશ્મીરના પ્રશ્ન અંગે કોઈ ઉકેલ લાવવો જોઈએ. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]