IS આતંકી મામલે રૂપાણીએ લગાવ્યા આરોપ, અહેમદ પટેલે આપ્યો જવાબ

અમદાવાદઃ ગુજરાતના સુરતમાં થોડા સમય પહેલા કથિત આતંકીઓની ધરપકડ બાદ બીજેપીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ પર ગંભીર પર આરોપ લગાવ્યા છે. આનાથી રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા નવો રાજકીય ગરમાવો આવ્યો છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આરોપ લગાવ્યો છે કે આમાં એક કથિત આતંકી તે હોસ્પિટલમાં કામ કરતો હતો, જેના સાથે અહેમદ પટેલ જોડાયા છે. બીજેપીએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપપ્રમુખ રાહુલ ગાંધી પાસે માંગણી કરી છે કે અહેમદ પટેલ પાસેથી રાજીનામુ માંગી લેવામાં આવે. અહેમદ પટેલે પોતાના પર લાગેલા આરોપોને ફગાવતાં રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે રાજનીતિ ન કરવા જણાવ્યું છે.


તો કોંગ્રેસ પાર્ટીએ પોતાના વરિષ્ઠ નેતા પર લાગેલા આરોપોનો જવાબ આપતા જણાવ્યું છે કે આ તમામ આરોપો પાયા વિહોણા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પલટવાર કરતા જણાવ્યું છે કે અહેમદ પટેલે આ હોસ્પિટલમાંથી વર્ષ 2014માં જ રાજીનામું આપી દીધું હતું અને રાજીનામું આપ્યા બાદ તેઓ કોઈ હોસ્પિટલ સાથે જોડાયા નથી. આવામાં જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારના આરોપોમાં પકડાય છે તો વર્ષ 2014ના સમયના હોસ્પિટલના ટ્રસ્ટીને કેવી રીતે જવાબદાર માની શકાય.

ભાજપના સંબિત પાત્રાએ ટ્વીટ કરીને કહ્યું છે કે કોંગ્રેસનો હાથ આતંકવાદનો સાથ…ત્યાર પછી અહેમદ પટેલે પણ ટ્વીટ કરીને સ્પષ્ટતાઓ કરી છે. અને એટીએસના કામને આવકાર આપ્યો હતો.