ગોંડલમાં યોજાઇ ગઇ સરકાર અને સોમાની ખાસ બેઠક, જાણો નિર્ણય

રાજકોટ– ગોડાઉનોમાં સળગી જતી મગફળીની ઘટનાઓ વચ્ચે ઓઇલમીલર્સ અને સરકાર વચ્ચે ગોંડલમાં એક મહત્ત્વની બેઠક યોજાઇ ગઇ. આ બેઠકમાં કૃષિપ્રધાન  આર સી ફળદુ અને જયેશ રાદડીયા તેમ જ નાફેડના અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં.સૌરાષ્ટ્રના ઓઇલ મીલર અને સિંગદાણા કારખાના માલિકો સાથેની સવારે યોજાયેલી આ બેઠકમાં કૃષિપ્રધાને સરકાર પાસે પડેલી મગફળી ખરીદી લેવા અનુરોધ કર્યો હતો. સરકાર દ્વારા ગત વર્ષે ખરીદાયેલી મગફળી વેચવામાં આવનાર હોવાનું જણાવાયું હતું. સરકાર પાસે હાલમાં 9 લાખ 55 હજાર ટનથી વધુ મગફળી પડી છે.

બીજીતરફ સરકારે ટેકાના ભાવની ખરીદેલી મગફળી વેચવા કાઢવાની હોવાની માહિતી પ્રાંત કચેરીમાં કરવામાં આચાં 12 ટીમ બનાવી ગોંડલ અને જેતપુર વિસ્તારમાં મગફળીના ગોડાઉનો અને વેરહાઉસમાં ચેકિંગની કાર્યવાગી હાથ ધરવામાં આવી છે. જેમાં સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી અને ચોકીદારનું ચેકિંગ મુખ્ય છે.