રૂઝાન ખંભાતાએ યુવા મહિલાઓને સમજાવી ‘હેપીનેસ’ની ઉપયોગી વાત…

અમદાવાદઃસામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાતાએ શનિવારે એક વિશેષપણે આયોજિત કાર્યક્રમમાં 300થી વધુ કિશોરીઓ અને યુવા મહિલાઓએ માસિક કાળમાં આરોગ્ય સંભાળ અંગેની ઉપયોગી વાતો સમજાવી હતી. આ મુદ્દાઓ વિશે ખુલીને જાહેરમાં બોલવામાં આવતું નથી અને સમાજના નીચલા સ્તરની મહિલાઓ માટે આ વિશે લગભગ ટેબૂ જેવી સ્થિતિ પ્રવર્તતી હોય છે ત્યારે આ પ્રયત્ન ઘણો ઉપયોગી નીવડશે.

ઘણાં લોકો માટે  મહિલાઓ અંગેની સંવેદનશીલ બાબતો હંમેશાં ચર્ચાનો વિષય હોતી નથી. આ અવરોધ નિવારીને ધ હેપીનેસ પ્રોજેકટ હેઠળ મહિલાઓ માટે એક ખાસ જાગૃતિ વર્કશોપનુ આયોજન  કરવામાં આવ્યું હતું.અમદાવાદના  અમદાવાદ વન અને Wajra O’ Force સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના સરસપુર વિસ્તારમાં રહેતી 300થી વધુ કિશોરીઓ અને યુવા મહિલાઓએ માસિક કાળમાં આરોગ્ય શાસ્ત્ર અંગેની વર્કશોપમાં હાજરી આપી હતી.

મહિલાઓના સશક્તિકરણ માટે સમર્પિત Wajra O’ Force સ્થાપક રૂઝાન ખંભાતાએ અને  Nexus ગ્રુપના CMO, નિશાંક જોષીએ હાજર રહેલ સમુદાયને માસિક કાળ દરમિયાન અનુસરવા યોગ્ય આરોગ્યપ્રદ પ્રણાલીઓ અને સેનિટરી પેડના અસરકારક ઉપયોગ અંગે ભારપૂર્વક વાત કરીને  હાલમાં ઉપયોગમાં લેવાતી અને બીમારી તરફ દોરી જતી પરંપરાગત પ્રણાલીઓ દૂર કરવા જણાવ્યું હતું. તેમના વાર્તાલાપમાં એ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે મહિલાઓને આ માસિક કાળ વખતે અળગી પાડી દેવામાં આવે છે અને આ ગાળામાં જરૂરી સ્વચ્છતાલક્ષી જરૂરિયાતો તરફ બેકાળજી દાખવવામાં આવે છે.તેમના સારા આરોગ્યની ખેવના માટેના એક સચેત પ્રયાસ તરીકેઆ પ્રોજેકટ હેઠળ આ જાગૃતિ વર્કશોપમાં સામેલ થયેલી તમામ મહિલાઓને વિનામૂલ્યે સેનિટરી પેડનુ વિતરણ કરાયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]