ગોવિંદાએ સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું, માગ્યાં આશીર્વાદ

સોમનાથ– બાર જ્યોર્તિલીંગમાં જેનું પ્રથમ સ્થાન છે, એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આજે મંગળવારે ફિલ્મ અભિનેતા ગોવિંદા અને તેમની પુત્રી ટીના આહુજા આવ્યા હતા. ગોવિંદા અને તેમની પુત્રીએ સોમનાથ દાદાની મહાપુજા કરી ધન્યતા અનુભવી હતી.

ગોવિદાએ સોમનાથ મહાદેવના દર્શન અભિષેક, મહાપુજા કર્યા હતા, સોમનાથ મંદિરમાં તેઓએ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની સવિસ્તાર માહિતી મેળવી હતી. અને  ગોવિંદાનું સન્માન ઇન.જનરલ મેનેજર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોમનાથ સુરક્ષા ડીવાયએસપી પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

વિઝીટર બુકમાં ગોવિંદાએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવેલ કે “અતિ આનંદ થયો” જ્યારે પુત્રી ટીના આહુજાએ જણાવેલ કે “સોમનાથ આવવાનું સ્વપ્ન સાકાર થયુ, હુ ભાગ્યશાળી હોવાનો અનુભવ અને આશિર્વાદની અનુભુતી કરુ છુ.’’
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]