વડોદરા એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત, એક યુવક કારમાં જ ભડથુ

આણંદઃ આણંદ તાલુકાના બેડવા ગામ પાસેથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર અચાનક જ ટ્રક સાથે અથડાઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાર ટ્રક સાથે અથડાતા કારમાં એન્જિનના ભાગે સ્પાર્ક થયું અને જોતજોતામાં કારમાં આગ લાગી ગઈ હતી.

ઘટનામાં કાર ચાલકની જોડે બેઠેલો યુવક કાચ તોડીને બહાર નીકળી ગયો અને તેનો બચાવ થયો છે. પરંતુ કારચાલક યુવાન કારમાંથી સમયસર નીકળી ન શકતા તે કારમાં બળીને ભડથુ થયો હતો.

ઘટનાની વિગત જોઈએ તો, અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અમન શાહ અને તેનો મિત્ર અન્સલ પટેલ વડોદરાથી અમદાવાદ પોતાના ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન વડોદરા એક્સપ્રેસ વે પર આણંદના બેડવા ગામ પાસે અચાનક તે લોકોની કાર આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી.

આટલો મોટો અકસ્માત થતા કારમાં ડ્રાઈવર સાઈડનું ગાડીનું પતરુ વળી ગયું હતુ અને ડ્રાઈવર બહાર નીકળી ન શક્યો અને પરિણામે જોતજોતામાં આગ આખી ગાડીમાં પ્રસરી જતા ડ્રાઈવર બળીને ભડથુ થયો હતો. જ્યારે ડ્રાઈવરની બાજુમાં બેસેલો અન્સલ પટેલ કાચ તોડીને બહાર નીકળી જતા તે બચી ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]