સાપુતારામાં ખાનગી બસ પલટી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

ડાંગઃ સાપુતારાના ટેબલ પોઈન્ટ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર સાપુતારાના ટેબલ પોઈન્ટ નજીક સાપુતારા સ્વામીનારાયણ મંદિર પાસે એક મીની ટ્રાવેલ્સ પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માત થતાં જ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સાપુતારાના પ્રાથમિક કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. આ સમગ્ર ઘટનામાં ડ્રાઈવરનો ગંભીર ઈજા સહિત કુલ 14 લોકોને ઈજા પહોંચી છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચારો સામે આવ્યાં નથી.

1.કવિતાબહેન ઠાકોરભાઈ પટેલ (30 વર્ષ)

2.ક્રિષ્ના વિઠુલ પટેલ (29 વર્ષ)

3.કામિનીબહેન પીયૂષભાઈ (25 વર્ષ)

4.કામિની નિમેષ (28 વર્ષ)

5.કામિની ગમનભાઈ (27 વર્ષ)

6.ટીનુ હિતેશ પટેલ  (34 વર્ષ)

7.હેમુ કૌશિક (30 વર્ષ)

8.જિમી અકુરભાઈ (30 વર્ષ)

9.આશાબેન ભાવેશભાઈ (30 વર્ષ)

10.દિવ્યેન ડી પટેલ (29 વર્ષ)

અકસ્માત થતાં જ તમામ લોકોને બસની બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી અને સાથે જ અતિ ગંભીર કહી શકાય તે પ્રકારની ઈજાઓ પણ મોટાભાગના લોકોને પહોંચી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]