આંકલાવ પાસેના ગોઝારા અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધી, 10નાં મોત

0
2498

આણંદઃ આણંદના આંકલાવ પાસે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. આજે બપોરે બનેલી દુર્ઘટનામાં ટ્રેલર અને ટેમ્પો વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોનો આંક સાંજ સુધીમાં વધીને 10 થયો છે.lતો ઘાયલોની સંખ્યા પણ વધીને 12 થઈ છે જેમાં બેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. અકસ્માત સમયે ઘટનાસ્થળે 7નાં મોત થયાં હતાં અને 6 થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં હતાં.. અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયાં હતાં. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે બોરસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ગમખ્વાર ઘટનાના મૃતકોના સ્વજનો માટે મુખ્યપ્રધાને 2 લાખ રુપિયાની રાહતસહાયની જાહેરાત પણ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એક 15 વ્યક્તિઓને બેસાડીને લઈ જતો એક ટેમ્પો આંકલાવ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ટેમ્પો જ્યારે હાઈવે પર જઈ રહ્યો હતો ત્યારે તેની ટ્રેલર સાથે ટક્કર થઈ હતી અને ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગંભીર

અકસ્માત સર્જાતાં સાત લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો અને છ લોકો ઘાયલ થયા હતાં.ઘટના અંગે જાણ થતા જાણ થતાંં સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં.

સાથે સાથે પોલીસ પણ દોડી આવી હતી અને સ્થિતિને કાબૂમાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.