અમદાવાદઃ વડાપ્રધાનની મુલાકાતને પગલે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ

અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાત-2019ના ઉદ્ઘાટન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પધારી રહ્યા છે. તો આ સીવાય અમદાવાદમાં આજે સાંજે વીએસ હોસ્પિટલના નવા સંકુલ એસવીપી હોસ્પિટલ અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરવાના છે. ત્યારે વડાપ્રધાનના આ કાર્યક્રમને ધ્યાનમાં લઇને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન રિવરફ્રન્ટનો સમારંભ તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવશે. વી.એસ.હોસ્પિટલનું ઉદ્ઘાટન તેમજ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મુકવાનો આ વિસ્તાર નજીક જ આવેલો હોવાથી આખોય વિસ્તાર પોલીસ બંદોબસ્ત, સુરક્ષા છાવણીમાં ફેરવાઇ ગયો છે.

ટ્રાફિક પોલીસના કર્મચારીઓ, દબાણ હટાવતી ગાડીઓ, માર્ગો પર નડતા વાહનોને ઉપાડતી ક્રેન અમદાવાદના માર્ગો પર સક્રિય જોવા મળી રહી છે.

આ સાથે અમદાવાદ શહેર પોલીસના જવાનો, એસ.આર.પી,  ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડસ, કમાન્ડોની ટુકડીઓ, અશ્વ દળ, સાથે ઉચ્ચ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થામાં લાગી ગયા છે. ખાસ કરીને જે સ્થળે વડાપ્રધાનની મુલાકાત છે એ સ્થળોની સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવી દેવામાં આવી છે.

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]