અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર ગીતા પટેલ સાથે એક મુલાકાત

અમદાવાદ-લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદની બંને બેઠક પર જોરશોરથી ઉમેદવારો પોતાના કાર્યકરો સાથે પ્રચારકાર્યમાં લાગી ગયાં છે. કોંગ્રેસ માટે એકપણ બેઠક જીતવી એ ફાયદાનો સોદો જ છે ત્યારે ઉમેદવાર પસંદગીમાં ઝીણું કામ કરતાં ચીવટ રાખીને જનતામાં જાણીતા ચહેરાને ટિકીટ આપવાનું પસંદ કર્યું છે.અમદાવાદ પૂર્વની બેઠકમાં જ્યાં પાટીદાર મતો નિર્ણાયક પરિબળ બની રહેનાર છે ત્યારે કોંગ્રેસે જેમને ટિકીટ આપી છે તેવા પાસ નેતા ગીતા પટેલ અમદાવાદ પૂર્વ બેઠક પર પંજાની પકડ માટે મેદાને ઊતર્યાં છે. સામે પક્ષે પણ પાટીદાર ઉમેદવાર એચ એસ પટેલ છે ત્યારે આ ચૂંટણીજંગ ધ્યાનપાત્ર બેઠકોમાં અવ્વલ રહેવાનો છે. chitralekha.com ના ચીફ રીપોર્ટર પારુલ રાવલે લીધેલી મુલાકાતમાં ગીતા પટેલે હાર્દિક પટેલ સહિત પોતાના રાજકીય એજન્ડા,કોંગ્રેસની જીતનો વિશ્વાસ અને સાંસદ તરીકે તેમના માટે કઈ બાબતો મહત્તવની બની રહેશે તેના સંદર્ભમાં વાતચીત કરી હતી.આવો નિહાળીએ એક મુલાકાત…

 

 

 

 

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]