અમદાવાદની એક સરકારી શાળા બની દેશની પ્રથમ ‘ગૂગલ સ્કૂલ’, બધું ઓનલાઇન!

અમદાવાદ- શહેરના મધ્યમવર્ગીય પરિવારોના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા દેશની સૌપ્રથમ ગૂગલ સ્કૂલ બનવાનું માન ખાટી ગઇ છે. જ્યાં પરીક્ષા, પ્રોજેક્ટ અને હોમવર્ક બધું જ ઓનલાઇન છે.એક દ્રશ્ય

ગૂગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવન ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકોને પૂછે છે કે, ‘‘બ્લેક બોર્ડ અને ગૂગલ ક્લાસ, એમ બેમાંથી શેમાં મજા આવે છે…?’’ બાળકો હોંશેહોંશે જવાબ આપે છેઃ ગૂગલ ક્લાસમાં.

કેટલાક પ્રશ્નો અને તેના જવાબ પછી ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકો ગૂગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવનને પૂછે છે કે ‘‘ મેડમ હવે ફરી ક્યારે અમારી સાથે વાત કરશો…? ’’

બાની ધવન જવાબ આપે છે ટૂંક સમયમાં જ આપણે મળીશું.. 

 

ગૂગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવન સાથે ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકો  Hangout દ્વારા સીધી વાત કરે છે.  કારણ કે… ચાંદલોડિયા પ્રાથમિક શાળામાં Google Future Classroom  સૌ પ્રથમ શરૂ કરવામાં આવ્યો છે. આખા દેશમાં આ પ્રથમ ઘટના છે.

આ વર્ગમાં ૩૦ લેપટોપ, ૧ ટચસ્ક્રીન પ્રોજેક્ટર, વાઈફાઈ, ઈયરફોન, વેબ કેમેરા ઉપલબ્ધ છે. શાળાનું પોતાનું cpschool.org ના નામનું ડોમેઈન છે. દરેક વિદ્યાર્થીના નામનું ઈમેલ એકાઉન્ટ છે. આ ક્લાસરૂમના ઉપયોગ બાબતની તાલીમ પણ શિક્ષકોને આપવામાં આવી છે.

ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપે છે. ઓનલાઈન પ્રોજેક્ટ વર્ક કરાવવામાં આવે છે. શિક્ષક ગૃહકાર્ય પણ વિદ્યાર્થીઓને મેઈલ કરે છે. Googleની Google Classroom, Gmail, Drive, Docs, Forms, Sheets, Slides, Hangouts જેવી એપ્લિકેશનનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરે છે.  આ ક્લાસરુમમાં ભણવાનું શરુ થયાં પછી વિદ્યાર્થીઓ શાળાના સમય બાદ પણ શાળામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.ગૂગલ ફ્યૂચર ક્લાસરુમ IL&FS Education અને ગૂગલના સંયુક્ત ઉપક્રમે ચાલી રહ્યો છે. આ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ” ગૂગલ ફ્યૂચર ક્લાસરુમ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ડિજિટલ લર્નિગ ઝોન છે. જેનાથી 21મી સદીના ચાર કૌશલ્યો Critical Thinking, Communication, Collaboration and Creativity વિકસિત થાય છે. આ ટેકનોલોજીનો ઉપયોગથી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામા વધારો થાય છે અને એક સહયોગી વાતાવરણ પૂરું પાડે છે

આ ક્લાસરુમ જે શાળામાં છે તેના આચાર્ય રાકેશ પટેલ કહે છે કે, ‘‘ ઓછા વજનનું વિદ્યાથીઓ માટે તૈયાર કરેલ લેપટોપ, જે ૧૦ સેકન્ડમાં ચાલુ થઈ જાય છે. બેટરી પૂરો દિવસ ચાલે છે. કેયાન એ એક કમ્પયુટર, પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ, હાઈ ક્વોલિટીની ઓડિયો સિસ્ટીમ, ઈન્ટરનેટ વાઈ-ફાઈ અને ડીવીડી પ્લેયર આ તમામ વસ્તુ એક જ ઉપકરણમાં આવી જાય છે. અમારા બાળકો અહીં બેઠાંબેઠાં વિશ્વ સાથે તાલ મિલાવી શકે છે.

આ શાળાની માહિતી httpss://sites.google.com/view/the-chandlodiya-primary-school/home પર જોઈ શકાય છે.  તેમ જ દરેક વિદ્યાર્થી અને શિક્ષકનું ઈમેઈલ આઈડી પણ બનાવવામાં આવ્યું છે. પરીક્ષા પણ ગૂગલ ફોર્મ નામની એપ્લિકેશનથી સરળતાથી લઇ શકાય છે. શિક્ષકોનો સમય બચે છે સાથે વિદ્યાર્થીઓ દુનિયાના કોઈપણ ખૂણાની માહિતી મેળવી શકે છે. પ્રોજેક્ટ કાર્ય,  પિયર ગ્રુપ લર્નિગ અને વિદ્યાર્થીઓમાં લર્નિગ અને શિક્ષકોમાં ટીચિંગ કૌશલ્યનો વિકાસ આ પ્રકારના ઓનલાઇન ક્લાસથી થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]