ભાદર નદી પર કોઝવેની જગ્યાએ બનશે બ્રિજ, કુલ 2.60 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ જિલ્લાના જસદણમાં ભાદર નદી પર કોઝ-વે સ્થળે મેજર બ્રિજ તેમજ બોક્ષ કલ્વર્ટ નાળું બનાવવા માટે રૂ. 2 કરોડ 60 લાખના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

જસદણ નગરમાં આ સ્થળે બ્રિજની સુવિધા ન હોવાથી ભાદર નદીના  સામે કાંઠે વસતા અંદાજે 25 ટકા નાગરિકોને અવર-જવર માટે મુશ્કેલી તેમજ ખાસ કરીને ચોમાસા દરમિયાન વધુ દુવિધા પડતી હતી.

આ સંદર્ભમાં જસદણમાં ડો. આંબેડકરનગરથી લોહિયાનગર તરફ કોઝ-વે સ્થળે મેજર બ્રિજ અને વિંછીયા રોડ પર શિવનગર સોસાયટી મેઇન રોડ પાસે બોક્ષ કલ્વર્ટ નાળું બનાવવાની આવેલી લોકમાંગણીનો સાનુકૂળ પ્રતિસાદ આપતા તેમણે આ 2.60 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.

આ રકમ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન હસ્તકની સ્વર્ણિમ યોજના- ગ્રાંટમાંથી ફાળવાશે.